Stock Market:ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે અને ઓઈલ અને ગેસ શેર્સમાં આજે થોડી મજબૂતાઈ જોવા મળી છે. આઈટી શેરો ઉપર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શેરબજારની શરૂઆત આજે નજીવા ઉછાળા સાથે થઈ છે. માર્કેટમાં મજબૂતાઈ દેખાતી નથી પરંતુ સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ રહ્યા છે. એચડીએફસી બેન્કના ઘટાડાને કારણે બેન્ક શેરમાં ઘટાડો થયો છે અને તે 48,000ની સપાટીને સ્પર્શી શક્યો નથી.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSE સેન્સેક્સ 95.62 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા બાદ 73,200 પર ખુલ્યો છે. આ સિવાય NSE નો નિફ્ટી 37.75 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 22,255 ના સ્તર પર ખુલ્યો હતો.