Stock Market Closing:
Stock Market Closing: સ્થાનિક શેરબજાર માટે આજનો દિવસ સારો રહ્યો અને ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળીને 72700ની ઉપર બંધ થયો.
Stock Market Closing: ભારતીય શેરબજાર માટે આજે સારો તેજીનો દિવસ હતો. સેન્સેક્સ અને નિફ્ટી દિવસભર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. કારોબારના અંતે સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળીને 72700ની ઉપર બંધ રહ્યો હતો.
બજાર કયા સ્તરે બંધ થયું?
બીએસઈનો સેન્સેક્સ 104.99 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 72,748.42 પર અને એનએસઈનો નિફ્ટી 32.35 પોઈન્ટ અથવા 0.15 ટકાના નજીવા વધારા સાથે 22,055.70 પર બંધ થયો હતો.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે અને 16 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સૌથી વધુ ઉછાળો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો, જેણે 5.69 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ કર્યું હતું. M&M 3.05 ટકા, JSW સ્ટીલ 2.98 ટકા, ટાટા મોટર્સ 2.75 ટકા અને સન ફાર્મા 1.47 ટકાના વધારા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેડિંગ 1.45 ટકાના સારા વધારા સાથે બંધ થયું.