Stock Market: BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 382.13 લાખ કરોડ છે. આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 2.13 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.
સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે રાહતનું રહ્યું. આઈટી શેરોમાં મજબૂત વેચવાલી છતાં ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર બંધ થયું. જેમાં બેન્કિંગ, ઓટો અને ફાર્મા સ્ટોક્સે મહત્વનો ફાળો આપ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 190 પોઈન્ટના ઉછાળા સાથે 72,832 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 84 પોઈન્ટના ઉછાળા સાથે 22,097 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના કારોબારમાં બજારના ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 382.13 લાખ કરોડ હતું જે છેલ્લા સત્રમાં રૂ. 380 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 2.13 લાખ કરોડનો વધારો થયો છે.