Stock Market Opening
Stock Market Opening: આજે સપ્તાહના પહેલા દિવસે BSE સેન્સેક્સ 318.53 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 74,196 પર ખુલ્યો હતો.
Stock Market Opening: નવા સપ્તાહમાં ભારતીય શેરબજારની મુવમેન્ટ સારી ગતિએ આગળ વધી રહી છે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
આજે બજાર કયા સ્તરે ખુલ્યું?
BSE સેન્સેક્સ 318.53 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 74,196 પર ખુલ્યો. જ્યારે NSE નો નિફ્ટી 85.75 પોઈન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 22,561 ના સ્તર પર ખુલ્યો છે.
સેક્ટર મુજબના અપડેટ્સ શું છે
જો આજે આપણે સેક્ટર મુજબના બિઝનેસ પર નજર કરીએ તો આઈટી, એફએમસીજી, બેંક, ઓટો, રિયલ્ટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર ઝડપ અને વૃદ્ધિ સાથે બિઝનેસ કરી રહ્યા છે. આ સિવાય ઘટતા સેક્ટરમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ, મીડિયા, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
પ્રી-ઓપનિંગમાં માર્કેટની મૂવમેન્ટ કેવી રહી?
પ્રી-ઓપનિંગમાં, BSE સેન્સેક્સ 468.24 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 74346 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 116.85 પોઈન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 22592 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતમાં VIX માં મોટો વધારો
ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે અને તે 11 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.