Stock Market: શેરબજારમાં વ્યવહારો પર લાદવામાં આવતા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં મોટો ઉછાળો આવ્યો છે.
નવા રોકાણકારોના આગમનને કારણે શેરબજારમાં તેજી રહે છે. તેના કારણે શેરબજારમાં શેર વેચવા પર ટેક્સ એટલે કે STT કલેક્શનમાં 25 ટકાનો વધારો થયો છે. STT કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ શેરબજારના ટર્નઓવરમાં વધારો છે.
શેરબજારના ટર્નઓવરમાં 52 ટકાનો વધારો થયો છે
NSEના ડેટા અનુસાર, શેરબજારમાં એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 સુધીમાં કારોબારમાં વાર્ષિક 52 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેના કારણે એપ્રિલથી જાન્યુઆરી સુધીની આવકમાં 40 ટકાનો વધારો થયો છે. STT શેરબજારમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.01 ટકાથી 0.02 ટકા સુધીની છે. તમને જણાવી દઈએ કે, STT ટોલ ટેક્સની જેમ કામ કરે છે. આના દ્વારા સરકારને શેરબજારમાં તમારા ટ્રાન્ઝેક્શનની માહિતી મળે છે.
ભારતીય શેરબજાર 4 ટ્રિલિયન રૂપિયાનું થઈ ગયું છે
5 ડિસેમ્બર, 2023ના રોજ, ભારતે $4 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બનવા માટે હોંગકોંગને પાછળ છોડી દીધું. ભારતીય બજારમાં તેજીનું કારણ અર્થતંત્રનો ઝડપી વિકાસ છે, જેના કારણે સ્થાનિક રોકાણકારોની સાથે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં ભારે સટ્ટો રમી રહ્યા છે.
આવકવેરો પણ વધ્યો
એસટીટીની સાથે આવકવેરો પણ જબરદસ્ત રીતે વધી રહ્યો છે. એપ્રિલ 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધી વ્યક્તિગત આવકવેરામાં 26 ટકાનો વધારો થયો છે. કોર્પોરેટ ટેક્સ કલેક્શન વધીને 8 ટકા થયું છે.