Stock Market: શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 104.99 (0.14%) પોઈન્ટ વધીને 72,748.42 પર અને નિફ્ટી પણ 32.35 (0.15%) પોઈન્ટ વધીને 22,055.70 પર બંધ થયો.ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 72,950ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 80 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 15 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 72,643ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 123 પોઈન્ટ ઘટીને 22,023 ના સ્તર પર બંધ થયો હતો.