Share Market Open:શેર બજાર આજે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. આજે રોકાણકારો RBIની MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર નજર રાખી રહ્યા છે. આશા છે કે આ વખતે પણ રેપો રેટ સ્થિર રાખવામાં આવશે. MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળશે. સેન્સેક્સ 209 અને નિફ્ટી 60 પોઈન્ટ વધીને ખુલ્યો હતો.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. રોકાણકારો MPC બેઠકના નિર્ણયો પર નજર રાખી રહ્યા છે.
આજે સેન્સેક્સ 209.53 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 72,361.53 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી 60.30 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 21,990.80 પર છે. નિફ્ટી પર લગભગ 1875 શેર લીલા રંગમાં અને 557 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર સ્ટોક
પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, એસબીઆઈ, એનટીપીસી અને એમએન્ડએમના શેર નિફ્ટી પર ટોચના ગેનર હતા, જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આઈટીસી, નેસ્લે, એચડીએફસી લાઈફ અને હિન્દાલ્કો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.