RBIએ આ 8 બેંકો પર લગાવ્યો લાખોનો દંડ, આ છે કારણ
ગુજરાતના સુરતમાં આવેલી The Associate Co-operative Bank પર 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકને જાણવા મળ્યું કે આ સહકારી બેંક નજીકના લોકો અને કંપનીઓને લોન આપવા સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરતી નથી. આ સિવાય KYC સંબંધિત નિયમોનું પાલન કરવામાં પણ અનિયમિતતા જોવા મળી હતી.
RBIએ બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ 8 સહકારી બેંકો પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે સોમવારે આ માહિતી આપી અને કહ્યું કે આ બેંકો નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમના પર 1 લાખથી 4 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકના નિવેદન અનુસાર, ગુજરાતના સુરતમાં આવેલી ધ એસોસિએટ કો-ઓપરેટિવ બેંક પર 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકને જાણવા મળ્યું કે આ સહકારી બેંક નજીકના લોકો અને કંપનીઓને લોન આપવા સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરતી નથી. આ સિવાય KYC સંબંધિત નિયમોનું પાલન કરવામાં પણ અનિયમિતતા જોવા મળી હતી. તેવી જ રીતે, KYC નિયમો માટે મુંબઈ સ્થિત મોગાવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર 2 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
સુરતની વધુ એક બેંકને RBI દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધ વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સંદર્ભમાં, સેન્ટ્રલ બેંકે શોધી કાઢ્યું કે થાપણદાર શિક્ષણ અને જાગૃતિ ભંડોળ યોજનાની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકે જમ્મુની જમ્મુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને જોધપુરની જોધપુર નાગરિક સહકારી બેંક પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં વસઈ જનતા સહકારી બેંક પર 2 લાખ રૂપિયા, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ પર 1 લાખ રૂપિયા અને ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લોન આપવા સંબંધિત નિયમો સહિત અન્ય કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવાને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે.