Stock Market Signals: GIFT નિફ્ટી સહિત વૈશ્વિક સંકેતો દર્શાવે છે તેજી
Stock Market Signals ત્રણ દિવસની રજાના વિરામ બાદ આજે, 15 એપ્રિલ 2025ના રોજ ભારતીય શેરબજાર ફરીથી ખુલશે ત્યારે રોકાણકારોની નજર બજારના વર્તન પર ટકી છે. આજના શેરબજારના સંકેતો સ્પષ્ટ રીતે તેજી તરફ ઈશારો કરી રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્તરે મજબૂત સંકેતો, GIFT નિફ્ટીનો ઉછાળો અને ટેરિફ રાહતના સમાચાર કારણે.
11 એપ્રિલના રોજ બજારમાં મજબૂત તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 1,310 પોઈન્ટના મોટાં ઉછાળા સાથે 75,157ના સ્તરે બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 429 પોઈન્ટ વધીને 22,828.55 પર પહોંચી ગયો હતો. આ તેજી પાછળ મુખ્ય કારણ હતું અમેરિકા દ્વારા ચીન સહિત કેટલીક આયાતિત વસ્તુઓ પર ટેરિફમાં તાત્કાલિક રાહત આપવાનો નિર્ણય.
GIFT નિફ્ટી અને ટેકનિકલ સ્થિતિ
GIFT નિફ્ટી આજે 1.4% વધીને ટ્રેડ થયો છે, જે બજારના સકારાત્મક ખૂલવાની શક્યતાઓને મજબૂત બનાવે છે. નિફ્ટી માટે હવે 22,900-23,000 નો રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. જો નિફ્ટી આ લેવલને પાર કરે છે, તો આગામી દિવસોમાં વધુ તેજી જોઈ શકે છે. જો નિફ્ટી 22,680ની નીચે જાય, તો 22,500 સુધીનો કરકસર જોવા મળી શકે છે.
વૈશ્વિક બજારનો હકારાત્મક માહોલ
અમેરિકાના ત્રણેય મુખ્ય સૂચકાંકો (ડાઉ જોન્સ, નાસ્ડેક અને એસએન્ડપી 500) ગ્રીન ઝોનમાં બંધ થયા છે. આ દર્શાવે છે કે વૈશ્વિક રોકાણકારો હવે ટેરિફ અથવા અર્થતંત્રને લઈને વધારે ચિંતિત નથી. એશિયન બજારો પણ મજબૂત છે — જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનના માર્કેટ્સ પોઝિટિવ ટ્રેન્ડ બતાવી રહ્યા છે, જેણે ભારતીય બજાર માટે પણ સરસ ભણકારો આપી દીધો છે.
શું રોકાણકારો તેજીનો લાભ લઈ શકે?
હાલની સ્થિતિ મુજબ, બજાર સકારાત્મક ખુલે તેવી શક્યતા છે. તેજીનાં સંકેતો વચ્ચે, શોર્ટ ટર્મ માટે રોકાણકારોSelective Stock Picking તરફ ધ્યાન આપે તો લાભકારક સાબિત થઈ શકે છે.