UPI Users Alert: 31 જુલાઈ સુધી છૂટ, પછી નિયમો લાવશે નવી મુશકેલીઓ
UPI Users Alert: જો તમે વારંવાર તમારા મોબાઈલમાં Google Pay, PhonePe, Paytm અથવા BHIM જેવી UPI એપ્લિકેશન દ્વારા બેંક બેલેન્સ ચેક કરતા હો, તો આ માહિતી ખાસ કરીને તમારા માટે મહત્વપૂર્ણ છે. 1 ઓગસ્ટ, 2025થી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) નવા નિયમો અમલમાં લાવવાનું આયોજન કરી રહ્યું છે. આ બદલાવના કારણે યુઝર્સના ઉપયોગની રીતમાં થોડી અસુવિધા આવી શકે છે.
નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ: સિસ્ટમ પરનો ભાર ઘટાડવો
NPCI નું કહેવું છે કે, હાલની સ્થિતિમાં લોકો વારંવાર પોતાનું બેંક બેલેન્સ ચેક કરતા હોવાથી સર્વર્સ પર બોજ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી, UPI પ્લેટફોર્મના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) ઉપયોગ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. હવે યુઝર્સ 31 જુલાઈ સુધી ગમે તેટલી વખત બેલેન્સ ચેક કરી શકે છે, પરંતુ 1 ઓગસ્ટ પછી દિવસમાં ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરવાની છૂટ મળશે.
મોબાઇલ નંબર સાથે જોડાયેલી મર્યાદા પણ લાગુ થશે
નવા નિયમો મુજબ, મોબાઇલ નંબરની માહિતી પણ 25 વારથી વધુ ચેક કરી શકાશે નહીં. આ બદલાવનો ઉદ્દેશ ડેટા સુરક્ષા વધારવો અને હેકિંગ જેવી ઘટનાઓ સામે સાવચેતી રાખવી છે.
ઓટો પેમેન્ટના સમયમા પણ બદલાવ
UPI દ્વારા ઓટો ડિબિટ પેમેન્ટ માટે પણ નવા સમયગાળા નક્કી કરવામાં આવ્યા છે. હવે ઓટો પેમેન્ટ માત્ર નોન-પીક અવર્સમાં જ પ્રક્રિયાવાર થશે. તેની સમયસીમા સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 થી 5 વાગ્યા વચ્ચે અને રાત્રે 9.30 વાગ્યા પછી નક્કી કરવામાં આવી છે. આ નિયમો OTT સબ્સ્ક્રિપ્શન જેવી સેવાઓ માટે લાગુ પડશે.
વપરાશકર્તાઓએ શું કરવું જોઈએ?
યુઝર્સ માટે આ નવી મર્યાદાઓ થોડી મુશ્કેલી સર્જી શકે છે, ખાસ કરીને એ લોકો માટે કે જેઓ વારંવાર ખાતા તપાસતા હોય. તેથી, યુઝર્સે 1 ઓગસ્ટ પછી વધારે સ્માર્ટ રીતે UPI ઉપયોગ કરવાની ટેવ ડેવલપ કરવી પડશે.