સાઉદી અરબના તેલ ઉત્પાદક અરામકોએ એપ્રિલના ક્રુડ તેલના ઓફિશ્યલ વેચાણ ભાવ (ઓએસપી) વધારી દીધા છે. તેણે એશીયાને વેચવાના ક્રુડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ બે ડોલરથી વધારે વધાર્યા છે. ૨૦૦૮ પછીથી વૈશ્વિક ઓઇલની કિંમતો પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગઇ છે તેનાથી મોંઘવારી વધવાની ચિંતા છે તો બીજી તરફ અમેરિકા અને યુરોપીય દેશોએ યુક્રેન પર રશીયાના આક્રમણને ધ્યાનમાં રાખીને રશીયન ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
૨૦૧૨ પછી આ વર્ષે આ સૌથી વધારે ભાવ છે. આ વધારો રશીયન રાષ્ટ્રપતિએ યુક્રેનના પસંદગીના વિસ્તારો પર હુમલાની આપેલી ધમકી પછી વધ્યા છે. રશીયા – યુક્રેન યુધ્નો આજે તેરમો દિવસ છે. બે તબક્કાની વાતચીત પછી બન્ને પાડોશી દેશો વચ્ચે એક હંગામી યુધ્ધવિરામ કરવાનું નિષ્ફળ ગયું છે કેમકે બંને દેશોએ યુધ્ધ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા. આ બધાની વચ્ચે લીબીયાની નેશનલ ઓઇલ કંપનીએ કહ્યું કે, એક સશષા જૂથે બે મહત્વપૂર્ણ ઓઇલ ક્ષેત્રોને બંધ કરાવી દીધા હતા ત્યારપછીથી ઓઇલની કિંમતો પર દબાણ આવ્યું હતું
વિશ્વના ટોચના ઓઇલ નિકાસકાર અરામકોએ પોતાના મુખ્ય આરબ લાઇટ ક્રુડના એપ્રિલના ઓએસપી ઓમાન અને પ્લેટસ દુબઇ ક્રુડના ભાવોની સરેરાશની સરખામણીમાં ૪.૯૫ ડોલર પ્રતિ બેરલ જેટલા વધારી દીધા. એશિયામાં અરબ મીડીયમ અને અરબ હેવી ક્રુડ માટે એપ્રિલ ઓએસપી પણ અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર પર છે. સોમવારે પ્રારંભિક કારોબારમાં ક્રુડના ભાવ ૧૩૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા.