Zee
Zee Entertainment Enterprises (ZEEL) એ સોની અને તેની ભારતીય પેટાકંપનીઓ પાસેથી $90 મિલિયન (રૂ. 750 કરોડ) ટર્મિનેશન ફીની માંગણી કરી છે. ઝીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું કે કલ્વર મેક્સ અને BEPL એ મર્જર એગ્રીમેન્ટ (MCA)ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
આ કારણોસર, ઝીએ 23 મેના રોજ એક પત્ર જારી કરીને કરારને સમાપ્ત કર્યો અને દંડ તરીકે $90 મિલિયનની માંગણી કરી. હાલ આ મામલે કોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી છે.
“કલ્વર મેક્સ અને BEPL એ MCA હેઠળની તેમની જવાબદારીઓનું પાલન કર્યું નથી,” કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેથી, કંપનીએ એમસીએને સમાપ્ત કરી દીધું છે અને એમસીએની જોગવાઈઓ અનુસાર કલ્વર મેક્સ અને BEPLને $90 મિલિયનની પેનલ્ટી ચૂકવવા જણાવ્યું છે.
નોંધનીય છે કે ઝીએ અગાઉ કહ્યું હતું કે કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ સાથેના નિષ્ફળ મીડિયા સોદાને કારણે તેને FY24 અને FY23 દરમિયાન મર્જર સંબંધિત ખર્ચ તરીકે રૂ. 432 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.