ફ્લેટ મોટો કે નાનો? સમજો 3 પ્રકારના એરિયા વચ્ચેનો તફાવત
આજના સમયમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત દેશના મોટા શહેરોમાં ફ્લેટના ભાવ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. નાના 2BHK ફ્લેટના ભાવ પણ કરોડોમાં છે. આવી સ્થિતિમાં, માત્ર બજેટ જોઈને ફ્લેટ ખરીદવો યોગ્ય નથી. ફ્લેટની ખાલી જગ્યા (એરિયા) વિશે સંપૂર્ણ સમજ હોવી જરૂરી છે.
સામાન્ય રીતે બિલ્ડર જે એરિયા જણાવે છે તે Super Built-up Area હોય છે, જ્યારે સાચે તમે ઉપયોગમાં લો તે Carpet Area હોય છે. તફાવત શું છે? આવો સમજીએ:
Carpet Area શું છે?
ફ્લેટની અંદર તમે જે જગ્યા પર ચાલો છો તે Carpet Area કહેવાય છે. એટલે કે બેડરૂમ, કિચન, બાથરૂમ જેવી વાસ્તવિક ઉપયોગની જગ્યા.
Built-up Area શું છે?
Carpet Area ઉપરાંત દિવાલોની જાડાઈ, બાલ્કની અને યુટિલિટી જગ્યા ઉમેરવાથી બને છે Built-up Area.
સામાન્ય રીતે તે Carpet Area કરતા 10-20% વધુ હોય છે.
Super Built-up Area શું છે?
આ એ એરિયા છે જેમાં Built-up Area ઉપરાંત લોબી, લિફ્ટ, સીડી, ક્લબહાઉસ જેવી કોમન જગ્યા ઉમેરાય છે.
આ Carpet Area કરતા 25-40% વધુ હોઈ શકે છે.
ઓછા બજેટમાં મોટો ફ્લેટ ખરીદવા માંગો છો? તો ધ્યાનમાં રાખો:
- બિલ્ડર પાસેથી Carpet, Built-up અને Super Built-up Area નો અલગ અલગ બ્રેકઅપ અવશ્ય માંગો.
- માત્ર Super Built-up Area જોઈને નિણ્યારું ન લો.
- જ્યાં લોડિંગ ઓછું હોય ત્યાં વધુ ઉપયોગી જગ્યા મળે છે.
- જ્યાં વધુ લોડિંગ હોય ત્યાં ફ્લેટ ઓછી જગ્યા આપશે – ભલે તે કાગળ પર મોટું દેખાય!
સાચી સમજ અને વિસ્તાર મુજબ પસંદગી કરશો તો ઓછી કિંમતમાં પણ વધુ સ્પેસ અને સારી લિવિંગ ક્વોલિટી મેળવી શકાશે.