હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ Aviatorના નવા મોડલને લોન્ચ કરી દીધું છે. તેની નવી દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 55,157 રૂપિયા રાખવામાં આવી છે. હોન્ડાએ કેટલાક દિવસો પહેલા 2018 Honda Activa i સ્કૂટનને પણ લોન્ચ કર્યું હતું. એવિએટરમાં હવે હોન્ડાએ નવા ફીચર્સ પણ જોડ્યા છે. હોન્ડા એવિયેટરના નવા મોડલ્સમાં એલઇડી હેડલેમ્પસ અને પોઝિશન લેમ્પ મળશે. આ સાથે તેમાં હવે ફોર ઇન વન લોક હશે જે ઇગ્નીશનને ચાલુ કરવામાં અને સીટને ખોલવામાં મદદગાર સાબિત થશે.મફલર માટે એક મેટલ પ્રોટેક્ટર પણ આ નવા મોડેલમાં આપવામાં આવ્યું છે. નવી સુવિધાઓ ઉપરાંત, 2018 એવિએટર સ્કૂટર નવા કલર સ્કીમમાં પણ ઓફર કરવામાં આવશે. આ નવી કલર સ્કીમ પર્લ સ્પાર્ટન રેડ હશે. આ અગાઉ સુધી તે માત્ર પર્લ ઇગ્નેસ બ્લેક, પર્લ એમેઝિંગ વ્હાઈટ અને મેટ સેલેન સિલ્વર ધાતુ કલર સ્કીમમાં આવતું હતું. 2018 એવિએટરને ત્રણ વેરિએન્ટ્સ યલો, સ્ટાન્ડર્ડ, એલોય ડ્રમ અને એલોય ડિસ્કમાં ઓફર કરવામાં આવે છે. હોન્ડાના આ નવા Aviator મોડેલમાં 109 સીસી, સિંગલ સિલિન્ડર એન્જિન છે જે 8 બીએચપીનો પાવર અને 8.9 ટન ટોર્ક પેદા કરી શકે છે. આ સ્કૂટરમાં આગળ 12-ઇંચ વ્હીલ છે જે ટેલીસ્કોપિક સસ્પેન્શનથી સજ્જ છે. આ સાથે તેમાં 10-ઇંચ રિયર વ્હીલ આપવામાં આવ્યું છે. જે મોનોશોક સસ્પેન્શનથી સજ્જ છે. ઓપ્શન તરીકે ફ્રન્ટ ડિસ્ક બ્રેક પણ ઓફર કરવામાં આવી રહી છે. આ નવું મોડેલ લિટર દીઠ 82 કિલોમીટરની ટોચની સ્પીડને પકડી શકે છે તેવો કંપનીએ દાવો કર્યો. ભારતમાં લોન્ચિંગ સાથે, આ નવા હોન્ડા એવિએટર મોડેલ TVS Jupiter Classic અને યામાહા ફાસિનો સ્કૂટર સાથે સ્પર્ધા કરશે. મહત્વનું છે કે ઓટોમોબાઇલ કંપનીઓનું સંગઠન સીયામના આંકડા અનુસાર, કંપનીએ ક્વાર્ટર દરમિયાન ૯,૦૪,૬૪૭ એક્ટિવાનું વેચાણ કર્યું છે. જ્યારે દ્ધિચક્રીય વાહનોમાં બીજું સ્થાન હીરો મોટોકોર્પની સ્પ્લેન્ડરનું છે. આ સમયગાળા દરમિયાન સ્પ્લેન્ડરનું કુલ વેચાણ ૮,૨૪,૯૯૯ એકમોનું હતું. ગ્રામીણ વિસ્તારોમાં મોટરસાઈકલની ખરીદીમાં તેજી વધવા છતાં પણ એક્ટિવાએ ટુ-વ્હીલર્સ વાહનોમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.