ભારતમાં ડીઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કાર ખરીદવી વધુ લાભદાયક છે કારણ કે પેટ્રોલ કાર ખરીદવાથી તેના પ્રારંભિક ખર્ચમાં ઘટાડો થાય છે.આ ઉપરાંત ડીઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારનું રિફાઈનમેન્ટ, નોઇસ, વાઈબ્રેશન અને હાર્ડનેસ (એનવીએચ) ની સરખામણીમાં વધુ સારું છે.
તેના સિવાય પેટ્રોલ અને ડીઝલની કિંમત ડી-રેગ્યુલેટ થઈ ત્યારથી આ બન્નેની કિંમતમાં તફાવત પણ સતત ઘટાડો થયો છે.
1. ડેટસન રેડીગો- કંપની 54hp 0.8 લિટર એન્જિન છે જે 25.17 કિ.મી.માઈલેજ અાપે છે. આ એન્જિન રેનો ક્વિડમાં પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીએ રેડીગોમાં 68hp વાઇડ 1.0 લિટર એન્જિન પણ આપ્યું છે.ARAI ની રજૂઆત પ્રમાણે, આ એન્જિન 22.5 કિલોમીટરનું માઈલેજ અાપે છે.આ ટોલ બોય હચબેકનું અદભૂત એન્જિન અને સ્ટાઇલિંગ રેડીગોનાં ગ્રાહકોને તેની તરફ અાકર્ષે છે. તેની કિંમત 2.81 લાખ છે.
2. રેનો ક્વિડ-આકર્ષક લૂક વાળી રેનો ક્વિડ હચબેકમાં પણ ડેટસન રેડી ગોની જેમ જ 0.8 લિટરનું એન્જિન છે.ARAI તેના માઈલેજનું રેટિંગ રેડી ગો જેવુ 25.17 કિ.મી. અાપ્યુ છે.બજારમાં તેની પ્રારંભિક કિંમત 2.67 લાખ રૃપિયા છે.
3. મારુતિ અલ્ટો 800-અહીં ઘણા કારણો છે જેના કારણે મારુતિ ઓલ્ટો 800 ભારતના સૌથી લોકપ્રિય નાની કારો પૈકી એક છે.કંપનીએ તેની પ્રારંભિક કિંમત 2.51 લાખ રૃપિયા રાખી છે. મારુતિની આ સૌથી વધુ માઈલેજ આપનાર કાર છે.796 સીસીમાં મોટર એન્જિન લાગ્યું જે 48hp ની પાવર આપે છે.આ કારનું હળવું વજન માત્ર તે દેશનું ત્રીજી સૌથી શ્રેષ્ઠ માઈલેજ આપનાર કાર બનાવે છે.
4. મારુતિ અલ્ટો K10-મારુતિ સુઝુકીના અલ્ટો સીરીઝનું ખર્ચાળ વર્ઝન અેટલે અલ્ટો K10 છે.આમાં 1.0 લિટર એન્જિન છે જે 68hp ની પાવર આપે છે.શહેરી વિસ્તારોમાં આ કાર સૌથી વધુ ખરીદાય છે.તેની કિંમત 3.30 લાખ રૂપિયા છે.
5. ટાટા ટિયાગો-ટાટા મોટર્સની લોકપ્રિય હેચબેક ટાટા ટિયાગોની કિંમત 3.26 લાખ રૂપિયા રાખવામાં આવી છે.કંપનીએ પ્રીમિયમ બનાવવા માટે નવી શૈલી, પ્રેક્ટીકલ આંતરિક અને સારા સાધનો આપ્યા છે.આ કારનું કદ અને ફિચર્સ બંને તેમનાં સેગમેન્ટમાં બીજા કારોથી વધુ છે.ટિયાગો હચબેકમાં 1.2 લિટર એન્જિન છે જે 85hp ની પાવર જનરેટેડ છે.સાથે સાથે કંપનીએ એએમટી વર્ઝન પણ આપ્યું છે