બજાજ ઓટો લિમિટેડ (બીએએલ) તેની લોકપ્રિય પલ્સર 150 ની ટ્વિન-ડિસ્ક એડિશન લોન્ચ કરી છે.આ નવી બાઇકની કિંમત 78,016 રૂપિયા રાખવામાં આવી છે.નવા બાઈકમાં બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.આશા છે કે આનાથી પરફોર્મન્સમાં સુધારો થશે અને સુરક્ષા પણ વધશે.નવું ટ્વિન ડિસ્ક એડીશન સ્પૉર્ટી સ્ટાઇલ સાથે જોડાયેલું છે.પલ્સર 150 નું હાલનું સિંગલ ડિસ્ક એડીશનનું વેચાણ પણ ચાલુ છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવી પલ્સર 150 ટ્વિન ડિસ્ક બ્રેક્સ સિવાય નવા રંગ અને નવી ડિઝાઇન સાથે જોડાયેલ છે.સ્પ્લિટ સીટ્સ અને સ્પ્લિટ ગ્રેબ રેલ્સમાં, પહેલાથી વધુ લાંબી વ્હીલબેસ અને પહેલાથી મોટા અને વધુ વિશાળ છેલ્લા ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સ્પૉર્ટી લુક અાપવા માટે સ્પૉર્ટી ગ્રાફિક્સ પણ ઉપયોગમાં લેવાય છે.કંપનીનો દાવો છે કે નવા Pulsar 150 ટ્વિન ડિસ્ક બાઈક નોયસ, વાઈબ્રેશન અને એનવીએચ બનાવવાની બાબતમાં મોટી સુધારણા સાથે રજૂ કરવામાં આવી છે.230mm ની પાછલી ડિસ્ક બ્રેક છે .
નવા એડિશનમાં 149.5 સીસી ડીટીએસ-એન્જિન છે, જેનો પાવર 14 પી અને ટોર્ક 13.4 એનએમ છે. તે ત્રણ રંગ ઓપ્શન- બ્લેક બ્લ્યુ, બ્લેક રેડ અને બ્લેક ક્રોમમાં ઉતરે છે.ભારતીય બજારોમાં બજાજ પલ્સર 150 ના મુકાબલોHero Xtreme, Honda CB Unicorn અને TVS Apache RTR 160 સાથે છે.