સુઝુકીએ તેમની નવી 2019 Suzuki Access 125 સ્કુટરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આમાં કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમની સાથે લોન્ચ કરવામાં આવી છે. આ નવી મોડલને ડીલરશીપ ઉપર 56,667 રૂપિયાની નવી કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાં સેફ્ટી ફીચર જોડવાથી 690 રૂપિયા વધારવામાં આવ્યા છે.
Suzuki Access 125, 125cc સેગમેંટનુ બેસ્ટ સ્કુટર છે. Access 125 ખાસ કરીને હલકી 101 કિલોગ્રામ અને સારા એંન્જિનના કારણે તે પોપ્યુલર છે. Access 125 5.6- લીટર ફ્યુલ ટેંક આવશે. કંપનીના હિસાબે 60km/l માઇલેજ દેશે. 2019 Suzuki Access 125માં જુનુ 125cc એયર-કુલ્ડ એન્જીન મળશે.