વોલ્વો કાર ઇન્ડિયાએ તમામ મોડલની કારના ભાવમાં પાંચ ટકાનો વધારો કર્યો છે.કંપનીના જણાવ્યા મુજબ એપ્રિલથી આયાત શુલ્કમાં સૂચિત વધારાને વળતર આપવા માટે કંપનીને ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.કંપનીના એમડી,ચાર્લ્સ ફ્રમ્પે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ માટે બજેટ જાહેરાત દરમિયાન ડ્યુટી વધારી દેવામાં આવી હતી,કંપની તેની અસર ઘટાડવા માટે આ વધારો કરશે.
2018-19 ના બજેટમાં, સરકારે સી.કે.ડી. મોટર વાહનો, મોટર કાર અને મોટર સાયકલના ઇંમ્પોર્ટ પર 10% થી 15% કસ્ટમ ડ્યૂટી વધારી છે.સ્કોડા કારની કિંમત 35 હજાર સુધી વધી છે.કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી કસ્ટમ ડ્યુટીમાં થયેલા ફેરફારોને કારણે કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.