યામાહા ઇન્ડિયા મોટરે નેક્સટ જેન રિયલ બોયઝ સ્કૂબટરનાં લૉન્ચ બાદ Cygnus Ray ZRને પાંચ નવા રંગમાં લૉન્ચ કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે,”Cygnus Ray ZR એક એર-કુલ્ડ, 4-સ્ટ્રોક, એચઓએચસી, બે વાલ્વ, 113 સીસી, બ્લૂ કોર એન્જીનથી લેસ છે. સિગ્નસ રે-ઝેડઆરની બોડી 103 કિલોગ્રામ છે અન્ય ગાડીનાં મુકાબલમાં હલ્કી છે.”
સિગ્નસ રે-ઝેડઆરની મુખ્ય વિશેષતામાં ઉચ્ચક્ષમતાવાળું એન્જીન, જે એક લીટરમાં 66 કિલોમીટરની માઇલેજ આપશે.પોતાની ક્ષમતામાં સૌથી સારુ ઇંધણ કાર્યક્ષમતા પૂરી પાડવાવાળું એન્જીન છે. આ સિવાય આ સ્કુટીમાં ખુબ જ સ્પેસ છે. Cygnus Ray ZRની ડિઝાઇન આકર્ષકની સાથે તેમા ટ્યૂબલેસ ટાયરોનો પણ ઉપીયોગ કરવામા આવ્યો છે.
સ્કૂટરનાં ડ્રમ બ્રેકવાળા વર્ઝિનની કિંમત 53,451 રૂપિયા છે. ત્યાં જ સિગ્નસ ડિસ્ક બ્રેકના વર્ઝનની કિંમત 55,898 રૂપિયા રાખવામાં આવી છે અને સ્કૂટરનાં ડાર્કનાઇટ મોડલની કિંમત 56,898 રૂપિયા છે.