RRB RPF Constable Bharti 2025: RRB RPF કોન્સ્ટેબલ ઉમેદવારો માટે એલર્ટ: પરીક્ષા માટે આ ડોક્યુમેન્ટ જરૂરી!
સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ વિના કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં
ઉમેદવારો માટે જરૂરી છે કે તેઓ પરીક્ષાના દિવસે હાર્ડ કૉપી એડમિટ કાર્ડ અને મૂળ ફોટો ઓળખપત્ર સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે
RRB RPF Constable Bharti 2025: રેલવે સુરક્ષા દળ દ્વારા RRB RPF કોન્સ્ટેબલ સિટી સ્લિપ 2025 જાહેર કરી દીધી છે. જણાવી દઈએ કે, સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ વગર ઉમેદવાર આ પરીક્ષા આપી શકશે નહીં. એટલા માટે આ અપડેટ જાણી લેવું જરૂરી છે. આરઆરબી આરપીએફની આ પરીક્ષા 2 માર્ચ 2025ના રોજ યોજનાર છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હોય, તે આરઆરબીની વેબસાઈટ પર જઈને સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકે છે. આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાને લઈને જાણકારી આપવામાં આવી છે. આરપીએફમાં કુલ 4208 જગ્યાઓ પર ભરતી થનાર છે. જેના માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
સિટી સ્લિપ એટલે શું?
રેલવે RRB RPF કોન્સ્ટેબલ ભરતી માટે રેલવે સુરક્ષા દળ (RPF) એ શુક્રવાર 21 ફેબ્રુઆરીએ ઓનલાઇન પરીક્ષાની સિટી સ્લિપ જાહેર કરી છે. જેની પરીક્ષા 2 માર્ચથી શરૂ થનાર છે, તે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrb.digilam.com પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે. જેની પરીક્ષા 3 માર્ચ, 4 માર્ચ અથવા અન્ય તારીખે છે, તે ઉમેદવારો પરીક્ષા સિટી સ્લિપ પરીક્ષા પહેલા 10 દિવસમાં ડાઉનલોડ કરી શકે છે.
સિટી સ્લિપમાં શું હોય છે?
RPF કોન્સ્ટેબલ સિટી સ્લિપમાં પરીક્ષાના શહેરની માહિતી સાથે ઉમેદવારનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રની વિગતો, પરીક્ષાની તારીખ, પરીક્ષાનો સમય વગેરેની વિગતો હોય છે. આ વિશે વધુ માહિતી અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે RRBની વેબસાઇટ rrb.digilam.com પર જઈ શકાય છે.
RRB કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2025ની તારીખ
RRB RPF કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા માટે ઈ-કોલ લેટર (Admit Card) પરીક્ષા પહેલા ચાર દિવસમાં ડાઉનલોડ કરી શકાશે. તેની માહિતી એક્ઝામ સિટી અને ડેટ ઈન્ટિમેશન લિંકમાં આપવામાં આવી છે. 2 માર્ચની પરીક્ષા માટે એડમિટ કાર્ડ 26 અથવા 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જેમણે આ ભરતી માટે અરજી કરી છે, તે ઉમેદવારો તરત જ પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરે અને પરીક્ષાના દિવસે મૂળ ફોટો ઓળખપત્ર સાથે તેની હાર્ડ કૉપી લઈને જ સેન્ટર પર જાય.