ગુજરાતની નવી કેબિનેટ પછી અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા આઇપીએસમાં ફેરફારો

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

ગુજરાતની નવી કેબિનેટ પછી અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા આઇપીએસમાં ફેરફારો

ગુજરાતમાં લોકલ બોડી ચૂંટણી સાથે ૨૦૨૭ની ચૂંટણીઓ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનનાર હોય આ બાબત પણ કેન્‍દ્રમાં રાખી નિર્ણય લેવાની રણનીતિ : સત્તા અને સંગઠન વચ્‍ચે પોસ્‍ટિંગ માટે સર્જાયેલ મતભેદ તો હવે ઉકલી ગયા, પરંતુ કે. કૈલાસનાથન ગુજરાત છોડી ચાલ્‍યા ગયા હોવાથી, હવે કેન્‍દ્રીય હોમ મિનિસ્‍ટરે અમિતભાઈ શાહ મોટા અને અગત્‍યનાં પોસ્‍ટિંગનો નિર્ણય લેવો પડે છે, જે માટે હવે દિલ્‍હી દરબાર પાસે સમય નથી……?

ગાંધીનગર : આઈપીએસ લેવલે ધરખમ ફેરફારોની ચર્ચા અને ૧ ડઝનથી વધુ સિનિયર આઇપીએસ અધિકારીઓ મહિનાઓ થયા પોસ્‍ટિંગ અભાવે કોઈ કામ વગર બેઠા હોવા છતા એસપી લેવલે ૧ માત્ર બોટાદ એસપી કે જે ગણતરીના દિવસ એસપી રહ્યા બાદ બનાસકાંઠામાંથી અલગ બનેલ થરાદ જીલ્લા પોલીસ વડા બન્‍યા અને તેમના સ્‍થાને બોટાદમાં ધર્મેન્‍દ્ર શર્મા એસપી બનતા હવે કોઈ કામ વગર બેસેલ અધિકારીઓ નશીબને દોષ આપી રહ્યા છે, આવા સમયે પોલીસ અધિકારીઓ હવે પોસ્‍ટિંગ બદલી ફાઇલ માટે કયારે મુહર્ત આવશે? તેની ચર્ચાઓ અને અટકળો આદત મુજબ સ્‍મશાન વૈરાગ્‍ય માફક ફરી શરૂ થયેલ છે.

- Advertisement -

ips

ચૂંટણી પ્રક્રિયાઓ અને રાજકીય પ્રવાહો જોડી જાણકારો એવું કહે છે કે હવે આઇપીએસ , જીપીએસ બદલીઓ , તથા ib ખાલી જગ્‍યા, અમદાવાદ રેન્‍જ સહિત ઘણી ખાલી જગ્‍યાઓ ભરવા પોસ્‍ટિંગ આપવાની કાર્યવાહી નવા પ્રધાન મંડળની રચના પછી, નવા કેબિનેટ મિનિસ્‍ટરને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં પોતાના કોઈ વિશ્વાસુ જોતા હોય તો એ મુજબ નિર્ણય કરી શકાય, સિનિયર લેવલના નિર્ણયો તો ખુદ કેન્દ્રીય ગુહમંત્રી અમીતભાઈ શાહ કરતા હોય છે, કે. કેલાશનાથન ગુજરાત છોડી પોંડિચેરી ગવર્નર તારીકે જતા કેન્‍દ્રને વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જરૂરી છે. કે. કે પાસે પાવરફુલ આઇપીએસ અધિકારીઓનું કોર ગ્રુપ હતું, જેના અભિપ્રાય મહત્‍વના ગણાતા. બીજું તરફ આઇપીએસ લેવલે ફેરફારમાં સાઉથ ગુજરાતમાં પોસ્‍ટિંગ માટે સત્તા અને સંગઠન વચ્‍ચે મોટી ખાઈ સર્જાયેલ …..?

- Advertisement -

acb

આ પરિસ્‍થિત ગુજરાતના અધ્‍યક્ષ પદની ચૂંટણી પછી હલ થયેલ છે. ACB માં પણ ધરખન ફેરફાર કરવા નિર્ણય થયો છે, આ કામગીરી શીખતા સમય લાગે છે તે અંગે પણ વિચારવું પડે તેમ છે. હાલના ACB વડાને ફિલ્‍ડ પોસ્‍ટિંગ આપી તેમના સ્‍થાને કાર્યદક્ષ, તપાસ કામોના અનુભવી, સરકારના વિશ્વાસુ સહિતના ગુણો ધરાવતા ips મળે તો જ હાલના ACB વડા બદલી શકાય તેમ છે, જાણકારીના મતે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી જાહેર થાય તે પહેલા આ ફેરફારો અમલી બનશે…….?

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.