છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા નર્મદા વસાહત ના ધોરણ ચાર માં ભણતા બાળક વિકેશ ને કુત્રિમ પગ ની જગ્યાએ સાયકલ સહાય આપતાં બાળકે સાયકલ સહાય ન લીધી જ્યારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાઁગ બાળકો ને સહાય આપવા આવેલા ડોકટર ના જણાવ્યા પ્રમાણે બે માસ પહેલાં પગની સર્જરી કરાવવાનો રિપોર્ટ આપ્યો હતો પરંતુ જિલ્લાના અધિકારીઓએ આ રિપોર્ટ ની અવગણના કરીને સાયકલ સહાય મંજૂર કરતાં બાળકે સાયકલ સહાય લેવાની ચોખ્ખી ના પાડીને કેમ્પમાં હાજર રહ્યો નહીં વહીવટી તંત્ર ની બેદરકારી બહાર આવી
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક શાળા માં ભણતા બાળકોને કુત્રિમ પગ સાયકલ સહાય તેમજ અન્ય સાધન સહાય માટે બોડેલી કુમાર શાળા ખાતે સાધન સહાય કેમ્પ રાખ્યો હતો જેમાં બોડેલી તાલુકાના મોરખલા નર્મદા વસાહત ના ધોરણ ચાર માં ભણતા બાળક વિકેશ વિનુભાઈ કુશવાહા નો એક પગ સારો છે એક પગ જન્મથી બીજા પગ કરતા નાનો છે અને પગનો પંજો નથી જેના કારણે આ પગને સમાંતર કરવા માટે પગમાં સ્ટીલ નો ગ્લાસ ભરાવીને ચાલે છે આ બાળકને સાયકલ સહાય મંજૂર થતાં આ બાળક સાયકલ સહાય લેવાની ના પાડતાં વહીવટી તંત્ર ની પોલ બહાર આવી હતી સહાય વિતરણ માટે આવેલી ટીમના જવાબદાર ડોક્ટરના જણાવ્યા મુજબ આ બાળકને બે માસ પહેલાં બોડેલી ખાતે ચકાસણી કેમ્પ માં બોલાવવા માં આવ્યો હતો તે સમયે આ ડોક્ટરે બાળક ના પગની સ્થિતિ સારી નથી અને કુત્રિમ પગ બેસાડવા માટે સર્જરી કરાવવી પડે અથવા તો ઓથોપેડિક સર્જનની સલાહ લેવા જિલ્લા પંચાયતના શિક્ષણ શાખા ના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું પરંતુ આ શાખાના જવાબદાર અધિકારીઓ બિન જવાબદાર રીતે વર્તી ને ડોક્ટર ની વાત ધ્યાને લીધી ન હતી અને આજરોજ બોડેલી ખાતે યોજાયેલ સાધન સહાય કેમ્પ માં આ બાળકને કુત્રિમ પગની જગ્યાએ સાયકલ આપતાં તેઓ વિરોધ કરીને કેમ્પમાં હાજર રહ્યા ના હતાં
આ ગરીબ પરિવાર ના જણાવ્યા મુજબ વીકેસ ને કુત્રિમ પગ આપવો જોઈએ આ સાયકલ સહાય લઈને હું મારા બાળકને અપંગ બનાવવા માંગતો નથી મારો બાળક આજે પણચાલી શકે છે
જ્યારે આ બાબતે શિક્ષણ શાખા ના અધિકારીઓ કેમ્પમાં આવ્યા હતા તેઑને પૂછતાં તેઓએ જણાવ્યું કે જવાબદાર ડોક્ટરે અમોને કોઈ જાણકરી નથી કે કોઈ રિપોર્ટ નથી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને રાજ્ય સરકાર તરફથી બાળક તપાસણી કેમ્પો રાખવામાં આવેછે તેમાં આ બાળક ની મુશ્કેલી વિષે સ્થાનિક ડોક્ટર જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી સર્જરી કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવાનો ઓર્ડર છે પરંતુ આ ગરીબ આદિવાસી બાળકને કોણમદદ કરશે કે આ આદિવાસી વિસ્તારમાં આવુજ ચાલ્યા કરશે ? સરકાર જવાબદાર અધિકારી ઑ ને આ બાળકને સહાય અપાવશે