છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના થી નસવાડી પોલીસ સ્થાનિક બાતમીદારો ની બાતમી મળી હતી કે કવાંટ તરફથી ઇન્ડિકા ગાડી પાયલોટીંગ કરીને અન્ય વાહનમાં ઇંગ્લીશ દારૂ લઈને જવાની હોવાની બાતમી મળી હતી
નસવાડી પોલીસ ખાનગી વાહનમાં રતનપુરા કેનાલ પાસે તેમજ શિઁધિકુવા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાલી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પૂરપાટ ગાડી દોડાવી મુકતા તેનો પીછો કરતા ચાલક અને તેનો સાથીદાર ગાડી મૂકીને ભાગી જતા તેમા તપાસ કરતા ઇંગ્લીશ દારૂ ભરેલ હતો અને થોડીવારમા પાછળ બીજી ગાડી આવતા તેનો પીછો કરતા ચાલકે રોડ ની બાજુમા બાજરી ના ખેતરમાં ગાડી ઉતારી દેતા ગાડી ફસાઈ જતા ચાલક ગાડી મૂકીને ભાગી ગયેલ તેમા તપાસ કરતા તેમા તપાસ કરતા ઈંગ્લિશ દારૂ હતો બંને ગાડીને નસવાડી પોલીસ સ્ટેશન લાવતા રસ્તામા પાછળ થી બીજી એક સફેદ કલર ની ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેને પણ પૂરપાટ ગાડી દોડાવી મુકતા સિંધીકૂવા ત્રણ રસ્તે પોલીસ કર્મચારીઓ ને જોતા ચાલક દૂર ગાડી છોડીને ભાગી ગયેલ તેમા તપાસ કરતા ઇંગ્લીશ દારૂની પેટીઓ મળતા આ ત્રણેય વાહનને નસવાડી પોલીસ સ્ટેશન લાવીને ગણતરી કરતા કૂલ રૂપિયા દસ લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.