ગુજરાતમાં આવેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એવા પણ ગામડા છે કે જ્યાં પીવા ના પાણી માટે લોકો ને કેટલીક મુશ્કેલી અને જીવ ને જોખમ માં નાખે ત્યારે માંડ બે બેડાં જેટલું પાણી મેળવે છે . આ પરિસ્થિતી એક બે દીવસ માટેની નથી વર્ષો થી અહી ના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે પણ સરકાર ના પેટ નું પાણી નથી હલતું
નસવાડી તાલુકા માં આવેલુ ધારસિમેલ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે .ચારો તરફ સુકકા ભાટ્ટ ડુંગરો સૂમસામ વિસ્તાર પણ અહી રહે છે આદીવાસી લોકો। .. અહી ના આદીવાસી લોકો ને મોટા માં મોટી મુસકેલી છે પીવા ના પાણી ની છે। . પીવા ના પાણી સરકારે નથી બનાવી યોજાના અહી કોઈ હેન્ડ પંપ કે નથી અહી કોઈ કૂવા . વર્ષો પહેલા બનાવેલા કૂવા પણ અહી પુરાઈ ગયા છે અને એકાદ હેન્ડપંપ બંવવા માં આવ્યો હતા તે પણ કાટ ખાઈ ગયો છે
ઉનાળા ની શરૂઆત થતાં જ નજીક માં આવેલા કોતરો માં પાણી સુકાઈ ગયા છે . કરે તો શું કરે ગામ લોકો જ્યાં થોડો ભેજ દેખાય ત્યાં કોતરમાં વેરી ખોદીને પાણી કાડવની કોશિશ કરે છે। .અને જો ત્યાં થોડું ગણું પાણી મળે તે મેળવે છે . પણ હવે પરિસ્થિતીએ પણ નથી રહી કે તેમણે ત્યાં થી પાણી મળી રહે ગામ નજીક ના કોતરો માં હવે પાણી નથી રહ્યું.