તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા. ૨૯ અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૩૦ ઓક્ટોબરે યોજાશે
રાજ્યમાં નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ “જિલ્લા સ્વાગત”, “તાલુકા સ્વાગત” કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે – ઓક્ટોબર – ૨૦૨૫ માસમાં સ્વાગત કાર્યક્રમ હેઠળની અરજીઓ મેળવવાની થાય છે.
ઓક્ટોબર – ૨૦૨૫ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૩૦/૧૦/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રજુઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો/રજુઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહીત અરજીઓ “મારી અરજી તાલુકા સ્વાગત/જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં બિનચુક રજુ કરવાની રહે છે.
ઉપરોક્ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તા.૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ જે- તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજુઆત કરવાની રહેશે. ઉપરોક્ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તા.૩૦/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે યોજવામાં આવશે. આ કામે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજુઆત કરવાની રહેશે.
ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં નીચે જણાવેલ અરજીઓ લેવામાં આવશે નહી, જેની સબંધકર્તાઓએ નોંધ લેવી.(૧) કોર્ટ કેસ / સબ જ્યુડીશીયલ બાબતો / માહિતી અધિકાર હેઠળની અરજીઓ /સેવાકીય બાબતો/કોઇ ખાતાની નિમણુંકની બાબતો સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ અને (૨) સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્ન રજુ કરી શકશે નહી જેની સર્વેએ નોંધ લેવી.