પાકિસ્તાનને લઈને સીએમ યોગીની ભવિષ્યવાણી, કહ્યું- ‘પાકિસ્તાનનું અસ્તિત્વ બહુ જલદી ખતમ થઈ જશે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન પર મોટું નિવેદન આપ્યું છે. એક સભા દરમિયાન તેમણે મંચ પરથી પાકિસ્તાનને નિશાન બનાવ્યું. સીએમ યોગીએ એક મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે પાકિસ્તાનનું અસ્તિત્વ બહુ જલદી ખતમ થઈ જશે.
સીએમ યોગીએ કહ્યું કે અરાજક રાષ્ટ્રની સ્થિતિ પાકિસ્તાન જેવી જ હોય છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અંદરથી સંપૂર્ણપણે ખોખલું થઈ ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ અરાજકતા કોઈ પણ રાષ્ટ્રને દુર્દશાની કગાર પર લઈ જઈને તેના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરી શકે છે.
અરાજક રાષ્ટ્ર બહુ જલદી ખતમ થઈ જાય છે: સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે, “આચાર્ય ચાણક્યે એક વાત કહી હતી કે જો કોઈ પણ રાષ્ટ્રમાં આંતરિક રીતે ઉપદ્રવ હોય તો તે રાષ્ટ્ર અરાજક કહેવાય છે. અરાજક રાષ્ટ્ર બહુ જલદી ખતમ થઈ જાય છે. અરાજક રાષ્ટ્રની સ્થિતિ પાકિસ્તાન જેવી જ હોય છે. તે અંદરથી સંપૂર્ણપણે ખોખલું થઈ ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ અરાજકતા કોઈ પણ રાષ્ટ્રને દુર્દશાની કગાર પર લઈ જઈને તેના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરી શકે છે. ભારત આ સ્થિતિથી ખૂબ પ્રાચીન કાળથી જ જાગ્રત અને સતર્ક રહ્યું છે. ભારતની સુરક્ષા માટે એવા તરીકાઓ બનાવવાની પ્રવૃત્તિ પણ રહી છે.”
કોઈ પણ પુત્ર અરાજકતા સહન કરી શકતો નથી: સીએમ યોગી
તેમણે આગળ કહ્યું, “વૈદિક કાળથી જ ભારતીયોને એ શિક્ષણ આપવામાં આવે છે કે ધરતી આપણી માતા છે, અને આપણે સૌ તેના પુત્ર છીએ. જો ધરતી આપણી માતા છે, તો કોઈ પણ સારો પુત્ર પોતાની માતા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ અને અરાજકતા સહન કરી શકતો નથી. જો ભારતની આન, બાન અને શાન સાથે કોઈ દુઃસાહસ કરશે તો દરેક ભારતવાસી ઊભા થઈને તેનો સામનો કરશે.
આ જ વાત પ્રભુ શ્રીરામે આપણને સૌને કહી હતી. રાક્ષસોના અત્યાચારની સ્થિતિમાં તેમણે કહ્યું હતું કે હું આ રાક્ષસોને સંપૂર્ણપણે ખતમ કરીને આ ધરતીને રાક્ષસમુક્ત કરીશ. આનો અર્થ છે કે જે ઉપદ્રવી તત્વો આપણા રાષ્ટ્રની સુરક્ષામાં ગાબડું પાડી રહ્યા છે, તેમાંથી આપણા રાષ્ટ્રને મુક્તિ અપાવીશું. આ સંકલ્પ રામરાજ્યનો પાયો બન્યો હતો.”