Rajhans Group Surat સુરત: રાજહંસ ગ્રુપના 21 માળના 7 ટાવર વિવાદમાં, લોકોએ રેલી કાઢી રાજહંસ યુનિકા પ્રોજેક્ટને નામંજુર કરવા રજૂઆત કરી
સુરતના રાંદેર-ગોરાટ રોડ પર રાજહંસ ગ્રુપના 21 માળના 7 ટાવરનો પ્રોજેક્ટ અશાંત ધારાને લઈ વિવાદમાં સપડાયો છે. પ્રોજેક્ટની આસપાસ રહેતા સોસાયટી અને બિલ્ડીંગોના રહીશોએ રેલી કાઢીને નાયબ કલેક્ટરને રાજહંસ ગ્રુપના રાજહંસ યુનિકા પ્રોજેક્ટને નામંજુર કરવા માટે આક્રમક રજૂઆત કરી છે.
ગોરાટ હનુમાન ભક્ત મહિલા અને યુવા મંડળ, શ્રી ચોર્યાસી ઓલપાડ કડવા પાટીદાર સમાજ, સુરત પટેલ પ્રગતિ મંડળ, સુરત જિલ્લા સમસ્ત રામી માળી સમાજ, મંગલમય રો હાઉસ, ગોપાલેશ્વર રો હાઉસ, કોટિયાક નગર રો હાઉસ, અમરધામ રો હાઉસ, અશોક વાટિકા સોસાયટી, આનંદ વાટિકા સોસાયટી વગેરેના રહીશોએ પ્રોજેક્ટ સામે સખત વાંધો અને વિરોધ વ્યક્ત કર્યો છે.
આ તમા રહીશોએ ગોરાટ વિસ્તાર અને હિંદુ વસ્તી ની રાજહંસ યુનિકા પ્રોજેક્ટ ને નામંજૂર કરવાની રજૂઆત નાયબ કલેક્ટરને કરતા જણાવ્યું કે રાજહંસ યુનિકા નામની 21 માળના 7 ટાવર વાળી મલ્ટીસ્ટોરી મિલકતના તમામ ફ્લેટ કોઈક ખરીદનારની અરજી ન હોવાથી માત્ર ‘ફક્ત મુસલમાન લોકો” ના નામે અશાંત ધારા હેઠળ એવરેસ્ટ ઇન્ફાકોમ એક ભાગીદારી પેઢી ને મંજૂરી આપી શકાય નહી. આ મિલકત માત્ર ‘સૂચિત તબદીલ કરવાની અરજ છે. કાયદા માં “સૂચિત તબદીલ ‘ની બાબત નો સમાવેશ નથી.
મિલકતના વિકાસ પૂરો થયા ના 60 દિવસ માં તબદીલ અરજ કરી શકાય છે.
પણ રાજહંસ એ બે માળ ના બાંધકામ દરમ્યાન 12/09/24 ના રોજ તબદીલ અરજ કરેલી છે.ખરીદનારઓ ની મુક્ત સંમતિ નથી. બાંધકામની મંજુરી મળ્યાના માત્ર સાત દિવસમાં 21 માળની તબદીલી મંજૂરી માટે અરજી કરેલી છે જે આપી શકાય નહિ. એટલે કે જે મિલકતો હયાત નથી તેની તબદીલ પરવાનગી આપી શકાય નહિ.
રજૂઆતમાં જણાવાયું છે કે 14797 ચો.મી.ના બિલ્ટઅપ બતાવી ને તેની અરજી થી 1 લાખ 7 હાજર યો.મી.ના બિલ્ટઅપ ની મંજૂરી આપી શકાય નહીં. મિલકતની તબદીલ કીમત મિલકતદારો અરજમાં જણાવે નહી તો અરજ ફેર વેલ્યુ મુજબની ગણાય નહીં.
રહીશોએ વધુમાં જણાવ્યું છે કે પોલીસ અને મામલતદાર મિલકત વેચનારના પરિવારના સભ્યોની સંમતિ મેળવી રિપોર્ટ કરે તો તે રિપોર્ટ સાચો નથી. મિલકતની ચારે તરફ હિન્દુ વસ્તીનો નોંધ મામલતદારે લીધી નથી. મામલતદાર અને પોલીસે કલેક્ટરની તપાસ સમિતિએ આપેલા પ્રશ્નો મુજ ની તપાસ કરી નથી.
રજૂઆતમાં જણાવાયું છે કે રાજહંસ તેમની પાર્ટનરશીપ પેઢીના કાયદા મુજબના પેપર રજૂ કર્યા નથી.
હિન્દુ અને મુસ્લિમ બનેના વસ્તીના દ્રુવિકરણ બાબતે કોઈ અહેવાલ પોલીસ અને મામલતદારે કર્યો નથી. આમ કાયદાથી તદન ભિન્ન અરજી અને તેની સ્વીકૃતિ અને સરકારની તપાસ અને અહેવાલો ખૂબ જ ક્ષતિગ્રસ્ત હોવાથી આ અરજી નામંજુર કરવા ગોરાટના 1000 પરિવારો, અસરગ્રત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે.
રહીશોએ રજૂઆતમાં જણાવાયું છે કે અશાંતધરા ના કાયદા થી કોઈ એક ચોક્કસ ધાર્મિક સમુદાયો ના નામે આખી વસ્તીની તબદીલી મંજુર કરી શકે નહીં. એક બિલ્ડિંગના તમામ ફલેટ એક જ અરજીથી મંજુર થઈ શકે નહીં. ચારે તરફ લગોલગ હિન્દુ વસ્તીની બરાબર વચ્ચે મુસ્લિમ વસ્તીની સામુહિક વસવાટ કરવાની પરવાનગી આપવી એ અશાંતધરાના કાયદાઓના હેતુ અને ઉદ્દેશનો ભંગ હોવાની રજૂઆત કરવામાં આવી છે.