કાઠિયાવાડી લસણની ચટણી
સામગ્રી
2 ગાંઠિયા લસણ
2 ચમચી જીરું
2 વાડકી લાલ મરચું
મીઠું સ્વાદાનુસાર
પાણી
સૌ પ્રથમ ખાયળી માં લસણ ની કડીઓ નાખો પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો અને 2 ચમચી જીરું નાખો પછી તેને વાટીલો. લસણને થોંડુક અધકચરું વાટવું .પછી તેમાં લાલ મરચું ઉમેરવું અને મિક્સ કરવું પછી તેમાં માપ અનુસાર પાણી નાખીને મિક્સ કરવું અને ખાંડી લેવું .હવે તમારી લસણની કાઠિયાવાડી ચટણી ને પરોઠા સાથે સર્વ કરો