સામગ્રી:-
150 ગ્રામ પાસ્તા
1 નંગ ટામેટું
1 નંગ ડુંગરી
અડધો કપ ગાજર
અડધું સિમલા મિર્ચ
2 નંગ લીલા મરચા
ટોમેટો સોસ
2 ચમચી ઓરેગાનો
1 ચમચી ચિલીફાલીકર્સ
લાલ મરચા પાવડર
મીઠું
ચીઝ
સૌથી પેહલા ડુંગરી , મરચા , સિમલા મિર્ચ , ગાજર બધાને ખુબજ બારીક સમારીલો . હવે એક તપેલીમાં ગરમ પાણી લો અને પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ નાખો અને હવે પાસ્તા નાખો . પાસ્તા ઉકળી જાય અને થોડા સોફ્ટ બને એટલે તેને એક તપેલીમાં નાખો અને તેમાં ઠંડુ પાણી ઉમેરો જેથી પાસ્તા છુટા રહે. હવે એક કડાઈમાં થોડું તેલ નાખો અને તેમાં ડુંગરી નાખો અને તેને થોડી સાંતળો. હવે તેમાં ગાજર , લીલા મરચા , સિમલા મિર્ચ નાખો સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં સમારેલા ટામેટા નાખો અને મિક્સ કરો. થોડુંક લાલ મરચું પાવડર , ઓરેગાનો, ચિલીફાલીકર્સ નાખો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં ટમેટો સોસ નાખો અને મિક્સ કરીદો . હવે તેમાં થોડું ખમણી ને ચીઝ નાખો .આ સાથે જ ગરમ ગરમ વેજીટેબલ પાસ્તા તૈયાર.