શરદી માટે કાવો બનાવવાની રીત
4 ચમચી ચા
2 ચમચી આદુ છીણેલું
2- 3 લવિંગ
1 લીંબુ નો રસ
1 તજ નો ટુકડો
ચપટી હળદર
તુલસીના પાન
સૌ પ્રથમ તમારે કેટલા માણસ માટે કાવો બનાવનો છે તે પ્રમાણે એક તપેલીમાં પાણી માપનુસાર પાણી લો ત્યારબાદ પાણી ઉકળે એટલે તેમાં ચા નાખો ચા નાખીને તેને ઉકાળો બરાબર ઉકળી જાય એટલે તેમાં છીણેલું આદુ નાખો પછી તેમાં લવિંગ , તજ નો ટુકડો નાખો , હળદર , તુલસીના પાન નાખી તેને ઉકાળો હવે તેમાં લીંબુ નો રસ નાખી થોડીક સેકન્ડ વાર ઉકાળો. ગરમ ગરમ કાવો શરદીમાં રાહત આપતો ઉકાળો તૈયાર.