2 નંગ બ્રેડ
1 નંગ ટામેટા
1 નંગ કાકડી
1 નંગ ડુંગળી
1 નંગ બાફેલું બટાકું
1 નંગ બીટ
2 ચમચી લીલી ચટણી
2 ચમચી ટામેટા સોસ
ચાટમસાલો
2 ચમચી બટર
થોડું ચીઝ
સૌવ પ્રથમ ટામેટા , ડુંગળી , બાફેલા બટેકા , બીટ ને ગોળ આકાર માં સમારી લેવા પછી 2 નંગ બ્રેડને પ્લેટમાં લઇ લો ત્યાર બાદ એક બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો અને બીજી બ્રેડ ઉપર ટામેટાનો સોસ લગાવો હવે લીલી ચટણી વાળી બ્રેડ ઉપર ગોળ સમારેલા ટામેટા , કાકડી , ડુંગળી , બાફેલા બટેકા , બીટ મુકો હવે તેના ઉપર ચાટમસાલો છાંટો અને ઉપર થી થોડું ચીઝ નાખો હવે ટામેટા સોસ લગાડેલી બ્રેડ ને તૈયાર કરેલી બ્રેડ ઉપર મુકો અને હવે એક તવી માં ટોળું બટર લઇ તેને આગળ પાછળ શેકો હવે આ સેન્ડવીચને વચ્ચે થી કાપો અને બે ટુકડા માં વેહચી દો અને હવે ગરમા ગરમ સેન્ડવીચ ની સાથે ટામેટા સોસ અને લીલી ચટણી સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ સેન્ડવીચ.