અમિતાભ બચ્ચન 79 વર્ષની ઉંમરમાં પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે હાલમાં જ અમિતાભ બચ્ચને બ્લોગમાં કોરોના અંગે વાત કરી હતી અમિતાભ બચ્ચને કહ્યું કે ઘરમાં તેઓ કોવિડ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અમિતાભ બચ્ચનના ઘરના સ્ટાફમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે રવિવાર 2 જાન્યુઆરીના રોજ અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતાં 31 સ્ટાફ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આમાંથી એક કર્મચારી પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન આરાધ્યા અભિષેક તથા ઐશ્વર્યાને જુલાઈ 2020માં કોરોના થયો હતો આ ચારેયને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા સિંગર સોનુ નિગમ હાલમાં દુબઈમાં છે સોનુ નિગમ તેની પત્ની મધુરિમા તથા દીકરો નિવાન કોરોના પોઝિટિવ છે આ ત્રણેય દુબઈમાં હોમ આઇસોલેશનમાં છે.
ટીવી અભિનેત્રી દૃષ્ટિ ધામી સુમોના ચક્રવર્તી જ્હોન અબ્રાહમ પ્રિયા રૂંચાલ પ્રેમ ચોપરા ઉમા ચોપરા એકતા કપૂર ટીવી અભિનેત્રી ડેલનાઝ ઈરાની નકુલ મહેતાની પત્ની જાનકી અને દીકરો સૂફીને કોરોના હોવાની વાત સામે આવી હતી પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હાલમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે નકુલ મહેતાનો દીકરો સૂફી પણ હોસ્પિટલમાં એડમિટ હતો હાલમાં જ નોરા ફતેહી શિલ્પા શિરોડકર રાહુલ રવૈલ અર્જુન કપૂર અંશુલા કપૂર રિયા કપૂર કરન બૂલાની મૃણાલ ઠાકુર ગુજરાતી અભિનેત્રી દીક્ષા જોષી બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની તથા રણવીર શૌરીનો 10 વર્ષીય દીકરો હારુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ટીવી અભિનેતા અર્જુન બિજલાણી તથા તેની 70 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ હતાં આ પહેલાં અલાયા એફ કરીના કપૂર સીમા ખાન મહિપ કપૂર અમૃતા અરોરા શનાયા કપૂર ઉર્મિલા માતોડકર તનિષા મુખર્જી કમલ હાસનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.