અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. એન્થોની ફોસીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ કેટલો ઝડપથી સંક્રમણ ફેલાવે છે કેટલો ગંભીર છે અને એની અન્ય વિશેષતાઓ શું છે એની માહિતી મેળવવામાં બે સપ્તાહનો સમય લાગશે. ડૉ. ફોસીએ ઓમિક્રોન વિશે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપડેટ દરમિયાન આ માહિતી આપી છે ડૉ. ફોસીએ કહ્યું હતું કે હાલની વેક્સિનથી જ કોરોનાના ગંભીર કેસમાં ઘણી હદ સુધીની સુરક્ષા મળી શકે છે. તેમણે એ વાત પર વજન આપ્યો છે કે જે લોકોને કોરોના વેક્સિનના બે ડોઝ આપ્યા છે તેમને જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ કોરોના સામે ઘણી હદ સુધીની સુરક્ષા આપશે.
કોવિડ રિસ્પોન્સ ટીમે પણ એવું જ સૂચન આપ્યું છે કે દરેક વેક્સિનેટેડ લોકોએ શક્ય હોય એટલો ઝડપથી બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.પ્રમાણે 6 મહિના ફાઈઝર અને મોડર્નાની વેક્સિન લેનારા લોકો અથવા બે મહિના પહેલાં જોનસન એન્ડ જોનસનની વેક્સિનનો ડોઝ લેનાર દરેક વયસ્ક બૂસ્ટર ડોઝ લઈ શકે છે.આજે અમેરિકા આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન લગાવે તેવી શક્યતાઓમિક્રોનથી બચવા માટે અમેરિકાએ કડક પગલાં લેવાનું નક્કી કરી લીધું છે. અમેરિકાએ આ વાયરસથી બચવા માટે આફ્રિકન દેશો સાથેના દરેક પ્રકારના ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી લીધી છે. જો બાઈડનના એડ્મિનિસ્ટ્રેશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિશે સોમવારે જાહેરાત કરવામાં આવશે.
અનેક રાજ્યોએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા છે પરંતુ દુનિયાભરમાં મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે હાલ હોબાળો એ વાતથી ફેલાઈ રહ્યો છે કે ઓમિક્રોન પર રસી કારગત નથી. ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો ત્યારે પણ એવું જ કહેવાતું હતું કે એ રસીને બિનઅસરકારક બનાવી દે છે. જોકે એવું નથી. કોઈપણ વેરિયન્ટ એવો ના થઈ શકે જે રસીને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દે. જો શરીરમાં વાઈરસના કોઈપણ વેરિયન્ટ માટે તૈયાર કરાયેલી રસીને કારણે એન્ટિબોડી હોય તો એ વાઈરસથી બચાવશે જરૂર. મતલબ કે રસી દરેક વેરિયન્ટની મારક ક્ષમતાને થોડી ઘણી તો ઘટાડી જ શકે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેમણે મોડું કર્યા વિના લઈ લેવી જોઈએ.કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવા ડૉ. સ્વામીનાથન બે ઉપાય સૂચવે છે.