દુનિયાભરમાં કોરોના વાયરસ ઓમિક્રોન મુદ્દે જુદા-જુદા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે. ઓમિક્રોન વેરિયન્ટ ભારતમાં પણ પહોંચવાની આશંકા છે. દેશના ટોપ વાયરોલોજિસ્ટ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે નવો વેરિયન્ટ ભારત પહોંચવાની સ્થિતિમાં આપણાં માટે વેક્સિનેશન જ અસરકારક ઉપાય સાબિત થશે.AIIMSના પૂર્વ ડીન અને ICMR ના વૈજ્ઞાનિક ડો. એન.કે.મેહરાએ કહ્યું- હજી પણ દેશમાં 16-17 કરોડ લોકો એવા છે જેમને વેક્સિનનો એક પણ ડોઝ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે કોરોના વેક્સિન સંક્રમણ સામે સો ટકા સુરક્ષા તો નથી આપતી પરંતુ અમારી પાસે તે બાબતના ડેટા પણ છે કે વેક્સિન આપણને સંક્રમણના ગંભીર લક્ષણોથી બચાવે છે.ડો. મેહરાએ કહ્યું કે વૃદ્ધો અને નબળી ઇમ્યુનિટીવાળા લોકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવી જોઈએ. કેન્સરના દર્દીઓ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા લોકોએ જરૂરથી વેક્સિન લેવી જોઈએ. આમાંથી કેટલાક લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જો કે તેમણે વધુ એક ડોઝ આપવાની જરૂર પડી શકે છે.
ગંભીર દર્દીઓ પર વેક્સિનની ઓછી અસર થઈ છે. અમેરિકા, બ્રિટન અને ઈઝરાયેલ જેવા દેશોમાં પહેલેથી જ હાઇ રિસ્ક કેટેગરીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.લાંબા સમય સુધી સંક્રમણને કારણે વેરિયન્ટમાં મ્યુટેશન એક્સપર્ટ્સએ કહ્યું કે નવલી ઇમ્યુનિટી ધરાવતા લોકોને ગંભીર લક્ષણોથી બચાવવા માટે ત્રીજો ડોઝ ઘણો જ અસરકારક છે. લાંબા સમય સુધી સંક્રમણને કારણે આ લોકો વાયરસ માટે હોસ્ટ તરીકે કાર્ય કરે છે. ત્રીજો ડોઝ વાયરસને નવા વેરિયન્ટમાં મ્યુટેટ થતા અટકાવી શકે છે.પ્રારંભિક રિપોર્ટ મુજબ ઓમિક્રોનની ઓળખ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં HIV અને AIDSના દર્દીમાં જાણવા મળ્યું હતું. એક સ્વસ્થ યક્તિ 2-3 સપ્તાહમાં કોરોનાથી સાજો થઈ જાય છે જ્યારે નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો 2-3 મહિના સુધી પોઝિટિવ બની રહે છે.