ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ,જયારે 9થી 11ની સ્કૂલો એકીબેકી પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ મેવાડવાળા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રખાશે જ્યારે 9થી 11ની સ્કૂલો એકી બેકી પદ્ધતિથી 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખશે.
ફલાવર શોમાં પણ હજારોની ભીડ એકઠી ના થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને એ પહેલાં ફલાવર શો પણ રદ કરવામાં આવ્યો છે. સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.વાઇબ્રન્ટ મોકૂફ રહેતા LRDની શારીરિક કસોટી મૂળ તારીખે જ લેવાશે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતા હવે ગાંધીનગર ખાતે 10,11,12 જાન્યુઆરીથી પાછળ લઈ જવામાં આવેલી LRDની શારીરિક પરીક્ષા મૂળ તારીખે લેવામાં આવશે. કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.
જાણો હવે ક્યાં ક્યાં પગલાં લેવાની શક્યતા; થિયેટરો નાટ્ય ગુહોમાં 50 ટકા દર્શકો ની કેપિસિટી કરવામાં આવે તેવી શક્યતા તેમજ પાર્ક ગાર્ડન બંધ થઈ શકે અને જાહેર સમારંભો પર પણ પ્રતિબંધ લાદવામાં આવી શકે લગ્ન -મરણ માં પણ ગણતરી મુજબ વ્યક્તિઓને હાજર રહેવાની મંજૂરી મળી શકે છે હોટલ તથા રેસ્ટોરેન્ટ માં 50 ટકા કેપિસિટી કરવાં આવી શકશે તેમજ જિમ, સ્પા બ્યુટી પાર્લર પર સમય મુજબ તથા બંધ કરે તેવી શક્યતા અને નાઈટ કર્ફ્યુ માં પણ સમય નો વધારો થઈ શકે તેવી શક્યતા તે શનિ -રવિ કર્ફ્યુ જેવા નિયત્રંણ આવે તેવી સંભાવના બીજીબાજુ 7 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈન્સ આવતીકાલે સપૂર્ણ થઈ રહી છે જેથી આજે સાંજ સુધીમાં સરકાર નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરશે. એમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હેર સલૂન અને બ્યૂટિપાર્લરમાં 50 ટકાની કેપિસિટી તેમજ પાનપાર્લર, હોટલ સહિત માટે પણ કડક નિયમો પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.