વિશ્વભરમાં જ્યાં જોવો ત્યાં ક્યારેક કોરોનાની ગતિમાં વધારો થઈ રહ્યો છે તો ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આ સપ્તાહે મૃતકોની આંકડા ચિંતાજનક બન્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે દિલ્હીમાં કુલ 203 મૃત્યુ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે. જણાવી દઈએ કે ગત સપ્તાહે દિલ્હીમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા હતા.એટલે કે ગત સપ્તાહની સરખામણીમાં જોવા જઈએ તો મૃતકોની સંખ્યામાં 83 ટકાનો વધારો થયો છે. આ સિવાય પંજાબમાં પણ પરીસ્થિતિ લઢડી રહી છે .છેલ્લા 24 કલાકમાં અહીં 7,396 સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના બે લાખ 58 હજાર 89 (2,58,089) નવા કેસ નોંધાયા છે અને 385 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 1 લાખ 51 હજાર 740 લોકો સાજા પણ થયા છે. ગઈકાલ કરતા આજે 13 હજાર દર્દીઓ ઓછા જોવા મળ્યા છે રવિવારે છેલ્લા 24 કલાકમાં બે લાખ 71 હજાર 202 કેસ નોંધાયા છે.ભારતમાં છેલ્લા આઠ દિવસમાં 1.6 મિલિયનથી વધુ નવા કેસ સામે આવ્યા છે જે 17-23 મે, 2021 પછીના 34 અઠવાડિયામાં સૌથી વધુ છે. ગત સપ્તાહે દેશમાં 7.84 લાખ કેસ નોંધાયા હતા.