દેશમાં સક્રિય કેસોનો ઘટાડો ચાલુ છે. શનિવારે સક્રિય કેસો 3.60 લાખથી નીચે આવ્યા હતા, જે કુલ કેસોમાં 3.66 ટકા છે. કુલ ચેપની સંખ્યા પણ 98 લાખને પાર કરી ગઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 93 લાખથી વધુ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે એક લાખ 42 હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દર્દીઓની રિકવરીનો દર ઘટીને 94.88 ટકા અને મૃત્યુદર 1.45 ટકા થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વધુ દર્દીઓની રિકવરી અને દરરોજ નવા કેસોમાંથી ઓછા મૃત્યુને કારણે સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. શનિવારે સક્રિય કેસોની સંખ્યા 3, 59819 હતી. મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સક્રિય કેસોમાં 3,930નો ઘટાડો થયો છે. આ દરમિયાન 30,006 નવા કેસ મળ્યા, 33,494 દર્દીઓ સાજા થયા અને 442 દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે ચેપની કુલ સંખ્યા વધીને 98.26 લાખ થઈ ગઈ છે, દર્દીઓ93.24 લાખ અને મૃત્યુઆંક વધીને 1,42,628 થયો છે.