દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાન માં રાખી ને સાકાર સતર્ક ,સતત સાવચેતી સાથે કોરોના માર્ગદર્શિકા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કોરોના માર્ગદર્શિકા વિસ્તરણને 31 માર્ચ સુધી વધારવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં તમામ રાજ્યોને રોગચાળાને સંપૂર્ણપણે દૂર કરવા માટે સાવચેતી અને કડક તકેદારી રાખવા જણાવ્યું હતું.
