સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી હતી.જેમાં લાખો લોકો ના મોત નિપજ્યા હતા તેમજ સરકાર દ્વારા કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા અર્થાત પ્રયાષ કરવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે કોરોના ના આ રસીકરણ અભિયાનથી લોકો કોરોનથી મુક્ત રહે તેવો તેમનો આગ્રહ છે જેનો દેશમા સારો એવો પ્ર્તિસદ મળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
હરિયાણામાં કોરોનાની રસી લગાવવામાં નહીં આવે તો હવે 1 જાન્યુઆરીથી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.તેઓ જણાવે છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મોલ અને હોટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એમ પણ કહ્યું કે કોરોનાથી મૃત્યુ પર આશ્રિતોને વળતર આપવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે હરિયાણામાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે ગુરુગ્રામમાં વિદેશથી પરત આવેલા ત્રણ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે.હરિયાણા અને નેશનલ કેપિટલ રિજન નો પહેલો જિલ્લો બન્યો છે જેણે કોરોના સામે 100% રસીકરણ લક્ષ્ય હાંસલ કર્યું છે. અહીં 128 ટકા પાત્ર લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 100 ટકા પાત્ર લોકોને એન્ટી-કોરોનાવાયરસ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, રાજ્યમાં 99 ટકા આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ અને 97 ટકાએ બંને ડોઝ લીધા છે.