હવે ઇમરજન્સી સમયે કોઈ મુશ્કેલી નહીં પડે ગ્રીન કોરિડોર રચતા : અનુપમસિંહ ગેહલોત
સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યને લઈને કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે આવી સમસ્યા સામનો શહેરીજોનોને નો થાય તે માટે અલગ અલગ જગ્યા પર ટ્રાફિક ચેક પોઇન્ટ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે તેમ જ ગુજરાતમાં પહેલી વખત સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા શહેરના અમુક રસ્તાઓ પર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે જેથી કરીને કોઈક દુર્ઘટના કે ઘટના બને તે સમયે તાત્કાલિક ડિઝાસ્ટર ભાગરૂપ ફાયર, એમ્બ્યુલન્સ અને મદદ માટેની સામગ્રી પહોંચી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ સર્વે કરવામાં પણ આવ્યો ….
સુરત શહેરમાં વધતી જતી વસ્તીને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો શરૂ કરવામાં આવ્યા છે જેને લઈને ટ્રાફિક સમસ્યા જટિલ બને છે ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ હેઠળ શહેરીજનોને ટ્રાફિકના નિયમનું પાલન કરતા કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ત્રીજી આંખ દ્વારા શહેરના રસ્તા ઉપર ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સુરતમાં ટ્રાફિકજામ જેવી સમસ્યા ને તાત્કાલિક નિકાલ થઈ રહ્યો છે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત શહેરમાં ગ્રીન કોરિડોર હેઠળ રસ્તાઓ ની પણ જાહેરાત થઈ રહી છે.
શહેર કોઈ ઘટના બને તે સમયે ગ્રીન કોરિડોરના માધ્યમથી મદદ અને સામગ્રી પહોંચી શકે તે માટેની તૈયારી ટ્રાફિક પોલીસ દ્વારા ડિઝાસ્ટરના ભાગરૂપે કરવામાં આવી છે એક તરફ ટ્રાફિકમાં મહેકમ મુજબ મહેકમ નહિ હોવાના લઈને ઘણી સમસ્યાનો પણ સામનો થઈ રહ્યો છે શહેરના ટ્રાફિકને ઓન ડેસ કેમેરા માધ્યમ દ્વારા કંટ્રોલરૂમ થી નિરીક્ષણ અને કંટ્રોલ કરવામાં આવે છે
સુરત શહેરની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે
જેને લઈને અમુક વિસ્તારના રસ્તાઓ પણ સાંકડા થઈ રહ્યા છે એક તરફ શહેરની વસ્તી મેટ્રો શહેર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેને લઇને શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રોજેક્ટોના કારણે ટ્રાફિક સમસ્યા ઘણી જટિલ થવા પામી છે ત્યારે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરીજનોને ટ્રાફિક સિગ્નલ નું કડકપણે પાલન કરતા કરવામાં આવ્યા છે અને આજે પણ લોકો મોડી રાતે પણ ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા થયા છે જે ભગીરથ કાર્ય પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે અને ટ્રાફિકમાં ડીસીપી અને ચાર મદદનીશ પોલીસ કમિશનર સાથે 14 જેટલા પીઆઇ અને પી.એસ.આઇ તેમજ અન્ય પોલીસ જવાનોને તેમજ ટ્રાફિક ટીઆરબી જવાનો મુકવામાં આવ્યા છે
પરંતુ એક મેટ્રો શહેરના પ્રમાણે ટ્રાફિક મહેકમ ઘણો ઓછું છે અને જે મેહકમ પહેલેથી આવ્યું છે એ પ્રમાણે જ કાર્ય કરવામાં આવે છે પરંતુ આજે શહેરમાં 879 સીસીટીવીના કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે અને શહેરના અલગ અલગ રસ્તા ઉપર આ કેમેરાના માધ્યમથી શહેરનું ટ્રાફિકનું સંચાલન કરવામાં આવે છે આજ સુધી આપણે માત્ર પિક્ચરોમાં અને વિદેશમાં આ સિસ્ટમો જોવા મળતી હતી તે સિસ્ટમ ગુજરાતમાં ખાસ કરીને સુરત શહેરમાં ઓન ડેસ ટ્રાફિક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ અને સિગ્નલ ઉપર આ કેમેરા ગોઠવવામાં આવ્યા છે
જેથી કરીને ઓવર સ્પીડ , નો પાર્કિંગ કે અન્ય અને જોખમ રીતે વાહન હંકારોના પર સીસીટીવી કેમેરાના માધ્યમ ઈ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ટ્રાફિકને વધુ સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપી તેમજ મદદનીશ પોલીસ કમિશનર દ્વારા વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે હાલમાં મેટ્રો ના કામગીરીને લઈને ઘણી અડચણો ઊભી થતી હોય છે જેને લઈને શહેરીજનોને ભારે ટ્રાફિક જામને સમસ્યાનો સામનો કરવો પડે છે
પરંતુ ત્રીજી આંખ અને ટ્રાફિક પોલીસનો રાઉન્ડ ક્લોક પેટ્રોલીંગ તેમજ પોઇન્ટને લઈને ટ્રાફિક સમસ્યા પર તાત્કાલિક જામને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. સાથે સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ સાથે સંકલન કરીને શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓ વિગત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આપત આપવામાં આવે છે જેને લઈને નાના-મોટા અકસ્માત અટકાવવાનો એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આજે સુરત શહેરના મોડ્યુલ ને આધારે રાજ્યના અન્ય શહેરોમાં પણ આ સંકલન ના કારણે ખાડા પૂરવામાં આવે છે.
આગામી સમયમાં તહેવાર શરૂ થતા ટ્રાફિક પોલીસે અત્યારથી જ અમુક રસ્તાઓ પર રૂપરેખા સાથે ગ્રીન કોરિડોરબનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેથી કરીને કોઈ ઘટના બને તે સમયે ડિઝાસ્ટર ના ભાગરૂપે ગ્રીન કોરિડોરના દ્વારા ફાયર, એમ્બ્યુલન્સ કે અન્ય મદદ માટે સામગ્રી પહોંચી શકે તે માટેની પણ શહેર પોલીસ કમિશનરે પ્રથમ વખત સુરતના ઇતિહાસમાં ગ્રીન કોરિડોર રચના કરવામાં આવી છે જેનું અમલીકરણ ટ્રાફિકના અધિકારી દ્વારા અમુક અમુક ગ્રીન કોરિડોરના માર્ગ પર રસ્તાઓની તૈયારીઓ પણ કરવામાં આવી છે જેથી તહેવારમાં કોઈપણ ખલેલ પહોંચ્યા વગર ગ્રીન કોરિડોરના માધ્યમથી શહેરીજનોને આ ફાયદો થશે.
એક તરફ રાજ્યની હાઇકોર્ટ વારંવાર ટ્રાફિક સમસ્યા બાબતે ટકોર કરવામાં આવે છે ત્યારે સુરત શહેર ટ્રાફિક બાબતે એવરનેસ કાર્યક્રમ સ્કૂલમાંથી શરૂ કરવામાં આવ્યો છે જેને લઇને હવે નાના બાળકો પણ પોતાના વાલીને ટ્રાફિક એવરનેસ માટે જાણકારી આપી રહ્યા છે જેનો ફાયદો હવે યુવા પેઢીને થઈ રહ્યો છે