ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે 6 વિકેટે 300 રન કર્યા હતા. ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી લઈ આવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. રોહિત શર્માએ ઈનિંગમાં 161 રન જ્યારે રહાણેએ 67 રનની ઈનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 162 રનની મોટી ભાગીદારી કરી હતી.
બીજી મેચના પ્રથમ દિવસ બાદ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે, “અમે જાણતા હતા કે આ પીચ પરનો બોલ પ્રથમ દિવસથી જ ટર્ન કરવાનો છે, તેથી ટોસ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. પ્રથમ ઈનિંગમાં રોહિત શર્મા અને પુજારાવચ્ચે બીજી વિકેટ માટે 85 રનની મહત્વની ભાગીદારી થઈ હતી અને મારી અને રોહિત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ ટીમ માટે મહત્વની સાબિત થઈ હતી. રોહિતે મને બેટિંગ સમયે કહ્યું હતું કે, આ વિકેટ પર પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ ટેસ્ટમાં જે બન્યું તે ભૂતકાળ હતો અને હું આ વિકેટ પર સકારાત્મક બનવા માંગતો હતો.
રહાણેએ વધુમાં જણાવ્યું હતું કે, “આ પીચ પર ફૂટવર્કનો સારો ઉપયોગ કરવો એ અમારી યોજનાનો મુખ્ય ભાગ હતો. અમારી પાસે એક વ્યૂહરચના હતી અને અમે આ અંગે અમારી રમત યોજના પર ચર્ચા કરી હતી. અમે ઇચ્છતા હતા કે તેઓ અમારી તાકાત પર બોલિંગ કરે અને સારું હતું કે અમારી યોજના સફળ રહી. મને લાગે છે કે પ્રથમ 20-30 બોલ ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને પછી તમને બોલની ગતિ અને બાઉન્સ વિશે ખ્યાલ આવે છે. જો અમારા બેટ્સમેનો 50-60 રન બનાવે તો તે અમારી ટીમ માટે ઘણું સારું રહેશે. રિષભ પંત બેટિંગ કરી રહ્યો છે, જો એક-બે ભાગીદારી હોય તો પણ તે ટીમની તરફેણમાં હશે. તેણે કહ્યું, ઈંગ્લેન્ડના બોલરોને પેસ દ્વારા ઝડપી બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ હતી.