કોલકાતા : આઇપીઍલની ૧૨મી સિઝનમાં અહીં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં સનરાઇઝર્સની ટીમ વતી ટોસ ઉછાળવા માટે ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર આવ્યો હતો. કેન વિલિયમ્સન ઇજાને કારણે આ મેચમાં રમી શકે તેમ ન હોવાથી તેના સ્થાને ભુવનેશ્વરે ટીમનું સુકાન સંભાળ્યું હતું. આ સાથે જ ભુવનેશ્વર સૌથી વધુ મેચ રમ્યા પછી કેપ્ટન બનનારા ખેલાડીઓમાં રવિચંદ્રન અશ્વિન પછી બીજા ક્રમે આવ્યો હતો. ભુવનેશ્વરને પોતાની ૧૦૩મી મેચમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. જ્યારે અશ્વિને ૨૦૧૮માં ૧૧૧મી મેચમાં પહેલીવાર ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભુવનેશ્વર આ પહેલા રણજી ટ્રોફી દરમિયાન ૨૦૧૬-૧૭માં મુંબઇની સામે ઉત્તરપ્રદેશની ટીમનું સુકાન સંભાળ્યું હતું.
આઇપીઍલમાં સર્વાધિક મેચ રમ્યા પછી પ્રથમવાર કેપ્ટન બનનારા ખેલાડી
ખેલાડી કુલમેચ વર્ષ
રવિચંદ્રન અશ્વિન ૧૧૧ ૨૦૧૮
ભુવનેશ્વર કુમાર ૧૦૩ ૨૦૧૯
અજિંકેય રહાણ ૯૭ ૨૦૧૭
મુરલી વિજય ૯૨ ૨૦૧૬
રોહિત શર્મા ૮૪ ૨૦૧૩