વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા દરમિયાન ભારતીય શટલર પીવી સિંધુને કોચિંગ આપનારી દક્ષિણ કોરિયાની કિમ જી હ્યુને અંગત કારણોસર સિંધુના કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ભારતે હવે જેમ બને તેમ સિંધુના કોચ પદ માટે કિમનો વિકલ્પ શોધવો પડશે. બુસાનની રહીશ 45 વર્ષિય કિમે પોતાના પતિ રિચી મેચ પાસે ન્યુઝીલેન્ડ જવું પડ્યું છે, જેને થોડા દિવસો પહેલા જ ન્યુરો સ્ટ્રોક આવ્યો હતો. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઇ)એ આ વર્ષે જ કિમને કરારબદ્ધ કરી હતી અને તે પછી તેના માર્ગદર્શન હેઠળ સિંધુએ સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.…
કવિ: Sports Desk
ભારતીય ટીમના માજી ઝડપી બોલર ચેતન શર્માનું એવું માનવું છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝમાંથી જસપ્રીત બુમરાહને આરામ આપવો જોઇએ. બુમરાહે અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમીને 62 વિકેટ ઉપાડી છે અને તેણે આ તમામ ટેસ્ટ વિદેશમાં રમી છે. ચેતન શર્માએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને લાગે છે કે બુમરાહે ભારતમાં રમાનારી ટેસ્ટ મેચમાં આરામ આપવો જોઇએ. આપણે તેની વિશેષ પ્રતિભાને બરબાદ ન કરી નાંખવી જોઇએ. તે હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. આપણે તેને આ પ્રકારની પરિસ્થિતિમાં અજમાવવો ન જોઇએ. ચેતન શર્માએ કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને…
કર્ણાટક પ્રીમિયર લીગ (કેપીએલ)ની ટીમ બેલાગાવી પેન્થર્સના માલિક અલી અશફાક થારાની આ લીગમાં કથિત સટ્ટાબાજીના આરોપમાં બેંગલુરૂ પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી) યૂનિટે ધરપકડ કરી છે. આ થયેલી કેપીએલ સિઝનમાં કથિત સટ્ટાબાજી રેકેટની તપાસ પછી આ પગલું ભરવામાં આવ્યું છે. 2017માં બેલાગાવી પેન્થર્સને ખરીદનારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ બિઝનેસમેન અલી અસફાક થારાની ઘણાં દિવસો સુધી પૂછપરછ કરાયા પછી તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ કેપીએલ સાથે જોડાયેલા ઘણાં અન્ય લોકો કે જેમા ખેલાડીઓ અને એકથી વધુ ટીમોના કોચિંગ સ્ટાફ સામેલ છે તેમની પણ પુછપરછ કરવામાં આવી છે. પોલીસના જોઇન્ટ કમિશનર સંદીપ પાટીલનું કહેવું છે કે સીસીબીએ કેપીએલમાં સટ્ટાબાજી થઇ…
બીસીસીઆઇની બહુપ્રતિક્ષિત ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા હવે એક દિવસ મોડી 23 ઓક્ટોબરે યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે મંગળવારે આ માહિતી આરપી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થવાની છે અને બંને રાજ્ય એકમો માટે મતદાન કરનારા સભ્યોને કોઇ અસુવિધા ન થાય તે નિશ્ચિત કરવા માટે બીસીસીઆઇની ચૂંટણી એક દિવસ પાછળ લઇ જવાઇ છે. સીઓએ અધ્યક્ષ રાયે કહ્યું હતું કે બીસીસીઆઇની ચૂંટણી તેના ટ્રેક પર જ છે, રાજ્ય વિધાનસભા ચૂંટણીને કારણે અમે અમારી ચૂંટણી એક દિવસ ટાળવાનો નિર્ણય લીધો છે. તેથી હવે તે 22 ઓક્ટોબરના સ્થાને 23 ઓક્ટોબરે યોજાશે .…
ઇંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં મેચ ટાઇ રહ્યા પછી સુપર ઓવર પણ ટાઇ થઇ તે પછી જે ટીમે સર્વાઘિક બાઉન્ડરી ફટકારી હોય તેને વિજેતા જાહેર કરવાના વિવાદાસ્પદ નિયમને પગલે ખાસ્સી હોહા થઇ હતી તેના પરિણામે ઓસ્ટ્રેલિયન ટી-20 ટૂર્નામેન્ટ બિગ બેશમાં તેને લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા મંગળવારે એવું કહેવાયું હતું કે નવા નિયમો અનુસાર પુરૂષ અને મહિલા ટી-20 લીગની ફાઇનલમાં જો બંને ટીમનો સ્કોર નિર્ધારિત સમય અને તે પછીની સુપર ઓવરમાં પણ ટાઇ થશે તો તે પછી ત્યાં સુધી સુપર ઓવર કરાવાશે જ્યાં સુધી કોઇ ટીમ સ્પષ્ટ વિજેતા ન બને. નવો નિયમ તમામ પ્રકારની ફાઇનલ મેચ…
ટીમ ઇન્ડિયાના યુવા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ઘરઆંગણે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થઇ જતાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. બુમરાહને તેની પીઠના નીચલા હિસ્સામાં નજીવુ સ્ટ્રેસ ફ્રેક્ચર હોવાનું જાહેર થયું હતું અને તેના કારણે તે આવતા મહિને બાંગ્લાદેશ સામેની સિરીઝ પણ ગુમાવે તેવી સંભાવના છે. પસંદગીકારોએ તેના સ્થાને 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ઝડપી બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે. બીસીસીઆઇ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે એક નિયમિત રેડિયોલોજિકલ સ્ક્રિનીંગ દરમિયાન તેની આ ઇજા બહાર આવી હતી. હવે બુમરાહ એનસીએ ખાતે રિહેબિલીટેશન હેઠળ રહેશે અને…
વિજય હજારે એલિટ ગ્રુપ સીની અહીં રમાયેલી એક મેચમાં સુરતના ભાર્ગવ મેરાઇની અર્ધસદી અને રુસ કાલરિયાની 4 વિકેટના પ્રતાપે ગુજરાતે બંગાળને 38 રને હરાવ્યું હતુ, જ્યારે તમિલનાડુએ દિનેશ કાર્તિકની અર્ધસદીના પ્રતાપે રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ સિવાય એલિટ ગ્રુપ એ અને બીની મોટાભાગની મેચ વરસાદને કારણે રદ થઇ હતી. ભાર્ગવ મેરાઇના 63 રન તેમજ અન્ય બેટ્સમેનોના ઉપયોગી યોગદાનને કારણે ગુજરાતે પ્રથમ દાવ લેતા 8 વિકેટે 253 રન કર્યા હતા, જેની સામે બંગાળની ટીમ શ્રીવત્સ ગોસ્વામીના 79 રન છતાં 215 રને ઓલઆઉટ થઇ હતી. રુસ કાલરિયાએ 34 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી. તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રાજસ્થાને 9…
સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય મહિલાઓએ મુકેલા 131 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ દીપ્તિ શર્મા અને પૂનમ યાદવની કાતિલ બોલિંગના પ્રતાપે દક્ષિણ આફ્રિકાની ટીમ લથડી પડતા તેઓ 119 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 11 રને વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માની સહિતની સ્પિનરોની કાતિલ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત 131 રનના લક્ષ્યાંક સામે મેદાને પડેલી દક્ષિણ આફ્રિકાની ટીમને લિઝેલ લીએ શરૂઆત જોરદાર કરાવી હતી અને પ્રથમ બે ઓવરમાં જ બોર્ડ પર 25 રન મુકી દીધા હતા, જો કે બીજી ઓવરના અંતિમ બોલે લિઝેલ લી આઉટ થઇ હતી. તે પછી 48 રનના…
આર્જેન્ટીના અને બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીએ સોમવારે પોતાના પરંપરાગત હરીફ પોર્ટુગલ અને યૂવેન્ટ્સના સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પછાડીને વિક્રમી છઠ્ઠીવાર ફીફા સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ જીતી લીધો હતો. આ એવોર્ડની રેસમાં મેસી અને રોનાલ્ડોની સાથે જ નેધરલેન્ડ અને લીવરપુલનો ફૂટબોલર વર્જિલ વાન ડિક પણ સામેલ હતો. આ પહેલા મેસી અને રોનાલ્ડો બંને 5-5 વાર આ એવોર્ડ જીતીને બરોબરી પર હતા, જો કે હવે મેસી રોનાલ્ડોથી એક ડગલું આગળ નીકળી ગયો છે. મેસીની સાથે જ અમેરિકાની મેગન રેપિનોને ફીફાની વર્ષની શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી. મેગને પહેલીવાર આ એવોર્ડ જીત્યો છે. અમેરિકાને વર્લ્ડકપ જીતડવા માટે રેપિનોને…
વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ ચીન ઓપનમાં હારી જવાની નિરાશાને ખંખેરીને હવે મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટથી આ સિઝનમાં બીડબલ્યુએફ વર્લ્ડ ટૂરનું ટાઇટલ જીતવા માટેની પોતાની કવાયત શરૂ કરશે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ગત અઠવાડિયે સિંધુ ચીન ઓપનના બીજા રાઉન્ડમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે હારી ગઇ હતી. કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં સિંધુનો સામનો અમેરિકાની બીવેન ઝાંગ સામે થશે. બિવેનને સિંધુએ બાસેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરાવી હતી. જો કે ચીનમાં જન્મેલી આ શટલર વિરુદ્ધ સિંધુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ગત વર્ષે બિવેને સિંધુને બે વાર હરાવી હતી, પહેલા રાઉન્ડમાં જીત પછી સિંધુને ચોચુવાંગ સામે બદલો લેવાની…