વિજય હજારે એલિટ ગ્રુપ સીની અહીં રમાયેલી એક મેચમાં સુરતના ભાર્ગવ મેરાઇની અર્ધસદી અને રુસ કાલરિયાની 4 વિકેટના પ્રતાપે ગુજરાતે બંગાળને 38 રને હરાવ્યું હતુ, જ્યારે તમિલનાડુએ દિનેશ કાર્તિકની અર્ધસદીના પ્રતાપે રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ સિવાય એલિટ ગ્રુપ એ અને બીની મોટાભાગની મેચ વરસાદને કારણે રદ થઇ હતી.
ભાર્ગવ મેરાઇના 63 રન તેમજ અન્ય બેટ્સમેનોના ઉપયોગી યોગદાનને કારણે ગુજરાતે પ્રથમ દાવ લેતા 8 વિકેટે 253 રન કર્યા હતા, જેની સામે બંગાળની ટીમ શ્રીવત્સ ગોસ્વામીના 79 રન છતાં 215 રને ઓલઆઉટ થઇ હતી. રુસ કાલરિયાએ 34 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી.
તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રાજસ્થાને 9 વિકેટે 261 રન બનાવ્યા પછી કાર્તિકની નોટઆઉટ અર્ધસદી ઉપરાંત અભિનવ મુકુંદની 75 તેમજ બાબા અપરાજીતની 52 રનની ઇનિંગની મદદથી 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.