પાછલા સીઝનના નબળા પ્રદર્શન બાદ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) એ તેમની કોચિંગ સેટ-અપમાં ફેરફાર કર્યા છે અને કેટલાક ખેલાડીઓને ટીમમાં શામેલ કર્યા છે. જો કે દિનેશ કાર્તિક તેની સાથે મુખ્ય કારોબારી અધિકારી વેન્કી મૈસુરની સાથે રહે છે, કારણ કે તેની કેપ્ટનશિપ પર મોટો વિશ્વાસ છે. ટીમની અગાઉની આઇપીએલની સીઝન ઘણી નબળી હતી અને કાર્તિકને ભારતની સર્વશ્રેષ્ઠ ટી -20 કેપ્ટનમાંથી એક ગૌતમ ગંભીર બાદ ટીમની કમાન સોંપવામાં આવી હતી.
વિદેશી ખેલાડીઓ પર કેકેઆરનો દાવ: જમૈકાના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે કેકેઆરની બે તેજસ્વી સીઝનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને તેને 2019 ના સૌથી ખાસ ખેલાડી તરીકે ચૂંટવામાં આવ્યો હતો. કેટલાક પ્રસંગોએ, રસેલ ડગઆઉટમાં બેસી નિરાશ થયો હતો, કેમ કે તેની પાસે ટીમને વિજય અપાવવા માટે પૂરતા બોલ રમવા માટે ન મળ્યા હતા . પ્રથમ પસંદગીના ચાર વિદેશી ખેલાડીઓમાંથી ત્રણ વિદેશી ખેલાડી રસેલ, સુનીલ નારાયણ અને પેટ કમિન્સ હોવાની સંભાવના છે. ચોથા માટે ઇંગ્લેન્ડના વ્હાઇટ બોલના કેપ્ટન ઇઓન મોર્ગન અને તેના જુનિયર સાથી ટોમ બેન્ટનની પસંદગી થઈ શકે છે. જો મોર્ગન રમે છે તો તે મધ્યમ ક્રમમાં કેપ્ટન કાર્તિકની મદદ કરી શકે છે.
યંગસ્ટર્સ પર પણ દારોમદાર : રાઇઝિંગ સ્ટાર શુબમન ગિલને આ વખતે તેના પ્રિય ઓપનરની જગ્યાએ રમાડાવવામાં આવી શકે છે કારણ કે તે પાછલી સીઝનમાં તેને ઉપર નીચે રમાડવામાં આવ્યો હતો, જે નિર્ણયની ભારે ટીકા પણ કરવામાં આવી હતી. તેની સાથે સુનીલ નારાયણ અથવા બેન્ટન પણ ઇનિંગની શરૂઆત કરી શકે છે.આ ઉપરાંત, યુવા ઝડપી બોલર શિવમ માવી આ સિઝનમાં ફરીથી ઈજામાંથી બહાર આવવા માંગશે, જ્યારે કમલેશ નાગરકોટી, સંદીપ વૉરિયર અને વરૂણ ચક્રવર્તીની પાસે પણ અપેક્ષાઓ છે.તેમજ સ્પિન ની જવાબદારી સુનિલ નારાયણ અને કુલદીપ યાદવ પર રહેશે. કેકેઆર 23 સપ્ટેમ્બરથી અબુ ધાબીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે.
ટીમ: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), ઇઓન મોર્ગન (ઉપ કપ્તાન), શુબમન ગિલ, ટોમ બેન્ટન, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, કુલદીપ યાદવ, પેટ કમિન્સ, પ્રખ્યાત કૃષ્ણા, લોકી ફર્ગ્યુસન, રિંકુ સિંઘ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, નિખિલ નાયક, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, સંદીપ વૉરિયર, વરૂણ ચક્રવર્તી અને સિદ્ધેશ લાડ.