ક્રિકેટ જગતના સૌથી મહાન ખેલાડીઓમાં થી એક ઑસ્ટ્રેલિયા ના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન ની સફળતા ને કોઈ પણ પછાડી શકતું નથી. ઑસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર રોડને હોગ ના એક સ્ટેટમેન્ટે ક્રિકેટ જગતમાં હુંગમો ઉભો કરી દીધો છે કે મહાન બલ્લેબાજ ડોન બ્રેડમેન જો અગર આજના જમાના માં રમતા હોટ તો એ એટલા સફળ ના હોત જેટલા તે એમના કેરીઅર માં રહ્યા છે.
હોગ એ જણાવ્યું હતું કે બ્રેડમેન આજ ના સમય માં 99.94 ના અવેરેજ થી રન નોહતા બનાવી શકતા.તેમને એક રેડીઓ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે આ એક અપમાનજનક વાત છે,જો આંકડા પર નજર કર્યે તો તે સ્પષ્ટ પણે દર્શાવે છે કે 1920 થી 1950 સુધી બેટિંગ કરવું આજના સમય ની સરખામણી માં ઘણું સેહલું હતું.મને નથી લાગતું કે બ્રેડમેન આજ ના સમય માં 99.94 ના એવરેજ થી રન બનાવી શકત.70 અને 80 ના દાયકા માં રમી ચૂકેલા હોગ એ જણાવ્યું કે મને નથી લાગતું કે સર ડોનલ બ્રેડમેન નું રન એવરેજ 99.94 હોત.
તમને જણાવી દઈ કે બ્રેડ બ્રેડમેન એ ખેલાડી છે કે જેમને માત્ર 3 ઓવર માંજ સદી ફટકારી હતી.જે રીતે કોઈ પણ અંગ્રેજી સાહિત્ય ની સાથે સેક્સપિઅર નું નામ જોડવામાં આવે છે તેજ રીતે ક્રિકેટ ની સાથે સર ડોનલ બ્રેડમેન નું નામ અવશ્ય જોડવામાં આવે છે.ક્રિકેટ ના ઇતિહાશ માં ઘણા દિગ્ગજ ખેલાડીઓ થઇ ચુક્યા છે પરંતુ આવનાર ભવિષ્ય માં લગભગ કોઈ પણ ખેલાડી સર ડોનલ બ્રેડમેન ની જગ્યા નથી લઇ શકતું.જયારે પણ ક્રિકેટ ની વાત કરવામાં આવશે ત્યારે આ દિગ્ગજ ખેલાડી ની સદી અને તેમના રેકોર્ડ ને અવશ્ય યાદ કરવામાં આવશે અને તેમનું નામ ઉચ્ચાર્યા વિના ક્રિકેટ ની વાત પુરી થઇ શકે નહિ.