અહીં ઈડન પાર્ક ઑક્લેન્ડ માં રમાયેલ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ની લો સ્કોરિંગ મેચ 6 વિકેટે આફ્રિકા એ જીતી લીધી છે. આફ્રિકા એ અહીંયા ટોસ જીતી ને પ્રથમ બોલિંગ નિર્ણય લીધો હતો અને તે સફળ સાબિત થયો છે. અહીં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 41.1 ઓવેર માં 149 રને ઓલ આઉટ થઇ ગયા હતા. ન્યૂઝીલેન્ડ ના 6 પ્લેયર 10 રનથી ઓછા સ્કોરે આઉટ થઇ ગયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમમે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જયારે બરોનેલ, નિશામ અને સેન્ટરે 24 રન નો ફાળો નોંધાવ્યો હતો. બીજી તરફ આફ્રિકા તરફ થી રબાડા એ 3 વિકેટ ઝડપી હતી. જયારે ફેહલૂકવાયો અને ઇમરાન તાહિરે 2-2 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડને 149 રન ના ઓછા સ્કોર માં રોકી રાખ્યા હતા.
મેચ ના બીજા હાફ માં આફ્રિકા 150 રન નો લગુતમ સ્કોર નો પીછો કરવા ઉતરયા ત્યારે શરૂઆત થોડી ધીમી અને ખરાબ રહી હતી. આફ્રિકા એ 6 રન ના સ્કોરે જ ડી કોક ની વિકેટ ખોવી દીધી હતી. જયારે અમલા પણ 8 રન અને ડુમિની પણ 3 રન બાનવીને આઉટ થઇ ગયા હતા. જયારે ડુપ્લેસીસ અને કેપ્ટન એબી ડિવિલિયર્સ વચ્ચે ની પાર્ટ્નરશિપે ન્યૂઝીલેન્ડ ને પાંચ દકેલી દીધું હતું. પરંતુ 88 રન ના સ્કોરે ડિવિલિયર્સ આઉટ થઇ જતા મેચ માં પાછો રોમાન્સ જાગ્યો હતો. પરંતુ ડુપ્લેસીસ અને મિલરે આફ્રિકાની પારીને સંભાળી લીધી હતી. અને આફ્રિકાને જીત અપાવી છે. ડુપ્લેસીસે 51 રન અને મિલરે શાનદાર 45 રન ની પરી રમી હતી જ્યારે ડિવિલિયર્સ 23 રન બનવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફ થી જેએસ પટેલે 2 વિકેટ લીધી છે.
આ જીતની સાથે આફ્રિકા એ આ સિરીઝ 3-2 થી જીતી લીધી છે.