હૈદ્રાબાદ : અહીં રમાયેલી ઇન્ડિયા એ બાંગ્લાદેશ સામેની પેહલી ટેસ્ટ મેચ 208 રનથી જીતી લીધી. ઇન્ડિયા એ સોઉ પ્રથમ ટૉસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ઇન્ડિયા આ નિર્ણય ઘણોજ ફાયદામાં રહ્યો. ઇન્ડિયા એ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ પારીમાં 6 વિકેટે 687 રન બનાવી લીધા હતા. જેમાં કોહલી એ કેપટાની પરી રમીને 295 બોલમાં 24 ચોક્કા ની મદદ થી 204 રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત મુરલી વિજય અને સહ એ પણ સદી નોંધાવી હતી. પુજારા, રાહને અને જાડેજા એ પણ અડધી સદી નોંધાવી હતી. બાંગ્લાદેશ તરફ થી તાઇજુલ ઇસ્લામે 3 વિકેટ, મહેંદી હસન મીરાજે 2 વિકેટ અને તસ્કીન અહેમદે 1 વિકેટ ઝડપી હતી.
જયારે બાંગ્લાદેશે તેમની પ્રથમ પારીમાં 388 રન માં જ ઓલ આઉટ થઇ ગયું હતું. બાંગ્લાદેશ તરફ થી પણ મુશફિકુર રહીમે પણ કેપટાની પારી રમતા સૌથી વધુ 127 રન 16 ચોક્કા અને 2 છક્કા ની મદદ થી ફટકાર્યા હતા. આ શિવાય બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર સાકીબ ઉલ હસને 82 રન અને મહેંદી હસન મીરાજે 51 રન નું યોગદાન આપ્યું હતું. ભારત તરફ થી શાનદાર બોલિંગ નું પ્રદર્શન કર્યું હતું. ભારત તરફ થી ઉમેશ યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જયારે જાડેજા અને અશ્વિને 2-2 વિકેટ અને ભુવનેશ્વેર કુમાર અને ઈશાન શર્મા એ 1-1 વિકેટ ઝડપી હતી. અને ભારત ને 299 રન ની મહત્વની સરસાઈ અપાવી હતી.
બાંગ્લાદેશ ફોલ્લૉ ઓન માં તો આવી ગયું હતું પરંતુ ભારતે ફોલ્લૉ ઓન ના લેતા સરસાઈ વધારી પ્રવાસી ટિમ ને ટાર્ગેટ આપવાનું નક્કી કર્યું. ભારતે તેના બીજા દાવ માં 4 વિકેટે 159 રન નોંધાવ્યા। અને પછી બાંગ્લાદેશ ને 459 રન નો મોટો લક્ષ્યાંક પાર કરવા માટે આમંત્રિત કાર્ય. ભારત તરફ થી પુજારા જ બીજી ઇનિંગ માં 54 રન મારી શક્યો જયારે કૅપ્ટાન વિરાટ કોહલી એ ફાસ્ટ બેટિંગ કરતા 38 રન પર આઉટ થઇ ગયા હતા. બાંગ્લાદેશ તરફ થી તસ્કીન અહેમદ અને શાકિબ ઉલ હસને 2-2 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશ 459 રન નો જુંગી લક્ષ્યાં પાર કરતા મેદાને ઉતર્યા. બાંગ્લાદેશ ને શરૂઆત શરૂઆત માં જ અશ્વિને 11 રન પર જ તેમને પેહલો ઝાટકો તમીમ ઈકબાલ ના રૂપ માં આપતા બાંગ્લાદેશ ના ડ્રેસિંગ રમ માં સનતો છવાઈ ગયો હતો. ચોથા દિવસ નો ખેલ પૂરો થઇ એ પેહલા ભારતે બાંગ્લાદેશ ની 3 વિકેટ ઝડપી લીધી હતી. હવે પાંચમા દિવસે ભારત ને જીતવા માટે 7 વિકેટ ની જરુર હતી. ભારત તરફ થી અશ્વિન અને જાડેજા એ શાનદાર બોલિંગ કરતા 4-4 વિકેટ ઝડપી લીધી હતી. જયારે ઈશાન શર્મા એ 2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મહંદુલ્લાહ એ 64 રન નોંધાવ્યા હતા. અને શિવાય બાંગ્લાદેશના કોઈ પણ બલ્લેબાજ ચાલ્યા ના હતા.
આ રીતે ભારતે પેહલી ટેસ્ટ મેચ 208 રન થી જીતીને 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.