અહીં પર્થમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વન્ડે મેચ ઑસ્ટ્રેલિયા એ 7 વિકેટથી લીધી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવેરમાં 7 વિકેટે 263 બનાવ્યા હતા. પાકિસ્તાન પારીની શરૂઆત તો સારી રહી હતી પાકિસ્તાને પેહલી 10 ઓવેર માં 1 વિકેટે 50 રન ફટકારી દીધા હતા. જયારે 20 ઓવેર પછી પાકિસ્તાનનો સ્કોર 2વિકેટે 100 પર પહોંચી ગયો હતો. જયારે પાકિસ્તાન તરફ થી બાબર આઝમે 84 રન નોંધાવ્યા હતા. અને પણ 50 રન નો ફાળો આપ્યો હતો. પરંતુ સમયાંતરે પાકિસ્તાનની વિકેટો પડી જતા પાકિસ્તાનની પારી 263 રન પર અટકી ગઈ હતી. ઑસ્ટ્રેલિયા ના હેઝલવૂડે શાનદાર બોલિંગ દ્વારા 10 ઓવેર માં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ઑસ્ટ્રેલિયા તરફ થી ઓપિનિન્ગ કરવા આવેલા વોર્નર અને ખવાજ કૈક ખાસ કરી શક્ય ન હતા. માત્ર 44 રન ના સ્કોરે ઑસ્ટ્રેલિયાની પેહલી વિકેટ ખવાજ ના રૂપ માં પડી હતી. અને પછી વોર્નર પણ 35 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પરંતુ ઑસ્ટ્રેલિયાઇ કૅપ્ટાન સ્ટીવ સ્મિથ અને હન્ડસકોમ્બ ની શાનદાર બેટિંગ ની મદદ થી ઑસ્ટ્રેલિયા 263 રન નો લક્ષ્યાંક આશાની થી પાર કરી લીધો. બને વચ્ચે 183 રન ની શાનદાર પાર્ટનરશીપ થઇ હતી. સ્મિતે 104 બોલ માં 11 ચોક્કા અને 1 છકકાની મદદથી 108 રન બનાવ્યા અને હન્ડસકોમ્બે 84 બોલ માં 7 ચોક્કાની મદદ થી 82 રન બનવ્યા છે. જયારે પાકિસ્તાનનો કોઈ પણ બોલર કોઈ પણ કમલ કરી શક્યો ના હતો. પાકિસ્તાન તરફથી માત્ર મોહમ્મદ અમીરે જ થોડી સારી બોલિંગ નાખી હતી. અમીરે 10 ઓવેરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી હતી.
સ્ટીવ સ્મિથ તેના શાનદાર સતક ને લીધે મેન ઓફ ધ પ્લેયર જાહેર કરાયો છે.