ઑસ્ટ્રેલિયા એ પાકિસ્તાન પેહલી વન્ડેમાં 92 રન થી હરાવ્યું. અહીં બ્રિસ્બેનમાં રમાયેલી પેહલી વન્ડે મેચ માં ઑસ્ટ્રેલિયા એ ટૉસ જીતી ને પ્રથમ બેટિંગ કરતા 268 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની 78 રન પર જ 5 વિકેટ પડી ગઈ હતી. પણ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને વિકેત કીપર મેથ્યુ વેડે પરી સમભાળી હતી. બને વચ્ચે 6 વિકેટ માટે 82 રન ની સાજેદારી કરીને ઑસ્ટ્રેલિયા ને 268 રન બનવવા માં મદદ મળી હતી. મેક્સવેલે 56 બોલમાં 60 રન 7 ફોર મારીને બવનવ્યા જયારે વેદે 100 બોલ માં 100 રન 7 ફોર અને 2 સિક્સ મારીને ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફ થી હસન અલી એ 9 ઓવેર માં 65 રન 3આપીને વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન તરફ થી કેપ્ટન અઝર અલી અને સર્જિલ ખાન પરીની ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ 38 રન પર જ સર્જિલ ની વિકેટ પડી ગઈ હતી. ઘણા સમય થી પાકિસ્તાની રહેલા મહમદ હફિઝ પણ પાકિસ્તાન માટે કઈ કરી શક્ય ના હતા હફિઝ માત્ર 4 રન બાનવીને ફોકનેરનો શિકાર બની ગયા હતા. અને એના પછી પાકિસ્તાને સમય અંતરે વિકેટ આપતા 176 રન પાર જ ઓલ આઉટ થઇ ગયું છે. પાકિસ્તાન પૂરતી 50 ઓવેર પણ ના રમી શક્યું અને 42.4 ઓવેર માં જ 176 રન બાનવીને ઘર ભેગું થઇ ગયું છે. ઑસ્ટ્રેલિયા તરફ થી ફોકનેરે 7 ઓવેર માં 32 રન આપીને 4 વિકેટ લીધી છે. જયારે પેટ કમીને 8.4 ઓવેરમાં 33 રન આપીને 3 અને મિચેલ સ્ટાર્કે 8 ઓવેર માં 34 રન આપીને 2 વિકેટ લીધી છે.
હવે આ બને વચ્ચે 15 મી જાન્યુઆરી એ મેલબોર્ન માં બીજી મેચ રામશે.